ગુજરાત પોલીસ દળમાં જોડાવા ઈચ્છતા લાખો યુવાનો માટે આજે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્ષ 2024ની લોકરક્ષક ભરતીની આખરી પસંદગી યાદી (ફાઇનલ રિઝલ્ટ) સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડે લોકરક્ષકનું પરિણામ જાહેર કર્યું
વર્ષ 2024 માં કુલ 10.73 લાખ ઉમેદવારોએ શારીરિક કસોટી આપી હતી, જેમાંથી 2.47લાખ ઉમેદવારો લેખિત પરીક્ષામાં બેઠા હતા. આ લાંબી પ્રક્રિયાના અંતે, કુલ 11,899 ઉમેદવારોની અંતિમ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.
કુલ 11,899 ઉમેદવારોની યાદી જાહેર
આ આખરી પસંદગી યાદી મુખ્ય સચિવ, રાજ્ય પોલીસ વડા (DGP) સહિતના ઉચ્ચ અધિકારીઓને સુપ્રત કરવામાં આવી છે. હવે ટૂંક સમયમાં જ આ 11,899 ઉત્તીર્ણ ઉમેદવારોની નિમણૂક પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ પરિણામ જાહેર થવાથી લોકરક્ષક ભરતી પ્રક્રિયાનો મહત્વનો તબક્કો પૂર્ણ થયો છે અને ગુજરાત પોલીસ દળને 11,899 નવા કર્મીઓ મળશે.
કુલ ઉત્તીર્ણ ઉમેદવારો 11,899
પુરુષ ઉમેદવારો (ઉત્તીર્ણ) 8,782
મહિલા ઉમેદવારો (ઉત્તીર્ણ) 3,117
ઉમેદવારી જતી કરનાર 382
વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ