ગુજરાત પોલીસમાં જોડાવા માટે અને તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં PSI અને LRDમાં નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, PSIની 858 જગ્યા પર ભરતી થશે અને LRDની 12,733 જગ્યા પર ભરતી થશે, તો 3 થી 23 ડિસેમ્બર સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.


[[$googlead]]

ગુજરાત પોલીસમાં નવી પોલીસ ભરતીની જાહેરાત કરાઈ

બિન હથિયારી PSIની 659, હથિયારી PSIની 129, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 6942, હથિયારી પોલીસ કોનસ્ટેબલ 2458, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ ( SRPF ) 3002, જેલ સિપાઈ ( પુરુષ ) 300, જેલ સિપાઈ ( મહિલા ) 31 એમ કુલ મળીને 12,733 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે, ( નિરજા ગોટરૂ IPS )અધ્યક્ષ, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અને, પોલીસ મહાનિદેશક, ગાંધીનગર દ્રારા આ માહિતી સામે આવી છે.

ભરતી બોર્ડ દ્વારા પ્રિન્ટ માંગવામાં આવે ત્યારે તે રજૂ કરવાની રહેશે

પો.સ.ઈ. કેડર અને લોકરક્ષક કેડરની ભરતી અંગે દિગતવારની તમામ સુચનાઓ (જાહેરાત) https://ojas.gujarat.gov.in વેબસાઈટ ઉપર તા.૦૩/૧૨/૨૦૨૫ નારોજ અપલોડ કરવામાં આવનાર છે. આ તમામ સુચનાઓ (જાનેરાત) જળતાપુર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ વાયડાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છીત ધરાવતા ઉમેદવારોએ વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારોએ ઓનલાઈન અરજી કર્યા પછી તેની પ્રિન્ટ પોતાની પાસે રાખવાની રહેશે અને જ્યારે ભરતી બોર્ડ દ્વારા માંગવામાં આવે ત્યારે તે રજૂ કરવાની રહેશે.

[[$alsoread]]

આ પણ વાંચો : Sarangpur News : સાળંગપુર હનુમાનજી શ્રીકષ્ટભંનજન દેવને રંગબેરંગી સેવંતીના ફૂલોનો દિવ્ય શણગાર કરાયો



  • Follow us on: