ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં ગંભીર ગુનાઓ આચરીને ફરાર થયેલા અને પેરોલ/ફર્લો જમ્પ કરીને નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે એક વિશેષ અભિયાન, 'ઓપરેશન કારાવાસ' શરૂ કરવામાં આવ્યું છે. આ ઓપરેશનને કારણે છેલ્લા માત્ર 15 દિવસમાં પોલીસને મોટી સફળતા મળી છે. આ સઘન અભિયાન અંતર્ગત, ગુજરાત પોલીસે રાજ્યભરમાંથી અને અન્ય રાજ્યોમાંથી કુલ 41 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓ જુદા જુદા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હતા અને જામીન મેળવ્યા બાદ અથવા જેલમાંથી પેરોલ/ફર્લો મેળવ્યા બાદ કાયદાની પકડમાંથી છટકી ગયા હતા.


ગુજરાત પોલીસનું ઓપરેશન કારાવાસ 

નાસતા ફરતા આરોપીઓનો સમયગાળો ઝડપાયેલા 41 આરોપીઓમાંથી 20 વર્ષથી ફરાર 3 આરોપીઓ, 10 વર્ષથી ફરાર, 6 આરોપીઓ, 5 વર્ષથી ફરાર: 9 આરોપીઓ 'ઓપરેશન કારાવાસ'ની સફળતાનું એક મહત્ત્વનું પાસું એ છે કે, પોલીસે માત્ર ગુજરાત રાજ્યમાં જ નહીં, પરંતુ રાજ્યની બહારના અન્ય રાજ્યોમાં સંતાયેલા આરોપીઓને પણ શોધી કાઢીને તેમની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દર્શાવે છે કે ગુનેગારો ગમે ત્યાં છુપાયેલા હોય, ગુજરાત પોલીસ તેમને ઝડપી પાડવા માટે સક્ષમ છે.

છેલ્લા 15 દિવસમાં 41 આરોપીઓને ઝડપાયા 

વધુમાં, પોલીસે જે આરોપીઓ હયાત ન હોય એટલે કે મૃત્યુ પામ્યા હોય, તેવા ૨૫ જેટલા આરોપીઓના નામ પોલીસ રેકોર્ડમાંથી કાયમી ધોરણે દૂર કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે. આનાથી પોલીસના વોન્ટેડ આરોપીઓની યાદીને વધુ ચોક્કસ અને અપડેટ કરી શકાશે, જેનાથી ભવિષ્યમાં તપાસમાં વધુ સરળતા રહેશે. ગુજરાત પોલીસનું આ ઓપરેશન કાયદાનો ડર પેદા કરવામાં અને ગુનેગારોને સજા અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.


વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 


  • Follow us on: