રાજ્યમાં બેવડી ઋતુ સહન કરવા તૈયાર રહેવું પડશે. કારણ કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં પવનની દિશા બદલાતા તાપમાન વધશે. તો બીજી તરફ ઠંડીનો પણ અહેસાસ થશે. એટલે કે લોકોને બેવડી ઋતુનો અનુભવ થશે.


રાજ્યના હવામાન વિભાગની આગાહી

ગુજરાતના વાતાવરણમાં ફરી એક વખત મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં હવે પવનની દિશા બદલાતા નાગરિકોએ બેવડી ઋતુનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.અત્યાર સુધી ઉત્તર પૂર્વીય ઠંડા પવનોનો અનુભવ કરી રહેલા રાજ્યમાં હવે દક્ષિણ પૂર્વીય પવનો ફૂંકાવાનું શરૂ થયુ છે, જે તાપમાનમાં ફેરફાર લાવશે.

તાપમાનમાં ઉછાળો અને પવનની ગતિ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં રાજ્યના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાઇ શકે છે. જોકે, આ તાપમાનના વધારા વચ્ચે પણ પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે. આ તેજ ગતિના પવનોને કારણે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ યથાવત રહેશે. જ્યારે દિવસ દરમિયાન સૂર્યપ્રકાશને કારણે ગરમીનો અનુભવ થશે.

બેવડી ઋતુની અસર અને સાવચેતી

મહત્વનું છે કે જ્યારે પપનની દિશા બદલાય છે. ત્યારે હવામાં ભેજ અને તાપમાનનું સંતુલન ખોરવાય છે. દિવસ દરમિયાન તાપમાન વધવાથી ઉનાળા જેવો અનુભવ થશે અને રાત્રે પવનને કારણે ઠંડી લાગશે. આ પ્રકારનું મિશ્ર વાતાવરણ માનવ શરીર માટે પડકારજનક બની શકે છે. ખાસ કરીને શરદી,ઉધરસ અને વાયરલ ઇન્ફેક્શનના કિસ્સાઓ પણ વધી શકે છે.વાતાવરણમાં આવતા આ અચાનક બદલાવની અસર રવિ પાક પર પણ જોવા મળી શકે છે.

આ પણ વાંચોઃ Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કોન્ફરન્સનો શુભારંભ,અનેક મુદ્દાઓ પર કરાઇ ચર્ચા


  • Follow us on: