ગાંધીનગર ખાતે આવતીકાલે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટની એક મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે. આ બેઠકમાં રાજ્યની વર્તમાન રાજકીય અને સામાજિક પરિસ્થિતિની સમીક્ષા કરવાની સાથે આગામી બજેટ લક્ષી મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. ખાસ કરીને મહેસૂલ વિભાગના પડતર પ્રશ્નો અને નવી નીતિઓ અંગે આ બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાય તેવી શક્યતા છે. આ ઉપરાંત, રાજ્યમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા કેટલી સુચારુ રીતે ચાલી રહી છે અને તેમાં કયા સુધારાની જરૂર છે તે બાબતે પણ ગહન મંથન કરવામાં આવશે.


બજેટ સત્ર પૂર્વેની મહત્વની કવાયત

શિક્ષણ અને સાંસ્કૃતિક આયોજનો પર ભાર મૂકતા, કેબિનેટ બેઠકમાં આગામી માર્ચ મહિનામાં યોજાનારી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્રના આયોજનની મુખ્યમંત્રી વિગતો મેળવશે. સાથોસાથ, જૂનાગઢ ખાતે યોજાનારા ભવનાથના મહાશિવરાત્રીના મેળાના આયોજન, યાત્રિકોની સુવિધા અને સુરક્ષા વ્યવસ્થા અંગે પણ બેઠકમાં ચર્ચા વિચારણા થશે. આ કેબિનેટ બેઠક આગામી સમયના વહીવટી રોડમેપ નક્કી કરવામાં ખૂબ જ નિર્ણાયક સાબિત થશે.

આ પણ વાંચો : Ahmedabad માં હોટલના રૂમમાંથી ચાલતું હતું કોલસેન્ટર, અમેરિકન નાગરિકોને છેતરતી ટોળકી ઝડપાઈ

  • Follow us on: