ગત 8 એપ્રિલ 2026ના રોજ ગુજરાતના IPS એસોસિએશનના ગુજરાત ચેપ્ટરની એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગાંધીનગર અને અમદાવાદના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પ્રત્યક્ષ હાજર રહ્યા હતા, જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓના અધિકારીઓએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજરી આપી હતી. બેઠકમાં એસોસિએશનના નવા પદાધિકારીઓની વરણી અને પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ગુજરાતના IPS એસોસિએશનની બેઠક 

બેઠકમાં અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલિકને સર્વાનુમતે પ્રમુખ તરીકે અને પીયૂષ પટેલને ઉપપ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સેક્રેટરી તરીકે નિપુણા એમ. તોરાવણે અને ખજાનચી તરીકે એન.એન. ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે. અશોક યાદવ, લવિના સિંહા, રવિ તેજા અને આયુષ જૈન સહિતના અધિકારીઓને કારોબારી સમિતિના સભ્ય તરીકે સ્થાન મળ્યું છે.

પગાર પંચ અંગે રજૂઆત

આ બેઠકમાં ખાસ કરીને 8મા પગાર પંચ સમક્ષ કરવાની થતી રજૂઆત અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. એસોસિએશને આ મુદ્દે એક વિગતવાર નોંધ તૈયાર કરવા માટે ખાસ 'પેટા સમિતિ'ની રચના કરવાનો નિર્ણય લીધો છે. આ સમિતિ અધિકારીઓના વેતન અને ભથ્થા સંબંધિત પ્રશ્નોનો ડ્રાફ્ટ તૈયાર કરી સરકાર સમક્ષ રજૂ કરશે.

IPS એસોસિએશનના પદાધિકારીઓ નીચે મુજબ છે

  • પ્રમુખ:  જી.એસ. મલિક
  • ઉપપ્રમુખ  પિયુષ પટેલ
  • સેક્રેટરી:  નિપુણા એમ. તોરાવણે
  • ખજાનચી:  એન.એન. ચૌધરી
  • કારોબારી સમિતિના સભ્યો:
  •  ગગનદીપ ગંભીર
  • અશોક યાદવ
  •  વિરેન્દ્ર યાદવ
  •  વિશાલ વાઘેલા
  •  સુનિલ જોષી
  •  કરણરાજ વાઘેલા
  •  પાર્થરાજ ગોહિલ
  •  રવિ તેજા વાસમસેટ્ટી
  •  રાજેશ ગઢિયા
  •  રાજદીપ ઝાલા
  •  ઓમ પ્રકાશ જાટ
  •  વિશાખા ડબરાલ
  • લવિના સિંહા
  •  આયુષ જૈન

આ પણ વાંચો:Surat: વડોલી પાસે કારે અચાનક યુ-ટર્ન લેતા અકસ્માત, એક કાર ગટરમાં ખાબકી તો બીજી ડિવાઈડર પર ચડી