ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને કમલમ ખાતે પ્રદેશ પદાધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેઠક પૂર્ણ થયા બાદ સૂત્રોના હવાલાથી મોટા રાજકીય સંકેતો સામે આવ્યા છે.

 તમારા જિલ્લામાં તમારા માણસો સેટ કરી દો છો.

બેઠક દરમિયાન રાષ્ટ્રીય અધ્યક્ષે પ્રભારીઓની કામગીરી અંગે સ્પષ્ટ અને કડક શબ્દોમાં માર્ગદર્શન આપ્યું. તેમણે જણાવ્યું કે, “તમે પ્રભારવાળા જિલ્લામાં જઈને ન્યાયની વાત કરો છો અને તમારા જિલ્લામાં તમારા માણસો સેટ કરી દો છો.

પોતાના જિલ્લામાં પાર્ટી બની જાવ છો

તેમણે કડક ટકોર કરતા કહ્યું કે પ્રભારી જિલ્લામાં ન્યાયની વાત કરો છો અને પોતાના જિલ્લામાં પાર્ટી બની જાવ છો – આ નીતિ યોગ્ય નથી.”

પ્રતિનિધિની પોતાના સમાજ પર મજબૂત પકડ હોવી જોઈએ

તેમણે વધુમાં ભારપૂર્વક કહ્યું કે પ્રતિનિધિની પોતાના સમાજ પર મજબૂત પકડ હોવી જોઈએ, કારણ કે અંતે તેનો લાભ પાર્ટીને જ મળે છે.

 બે સ્ટેપ ડાઉન જઈને કામગીરી કરો

રાષ્ટ્રીય અધ્યક્ષે શહેર પ્રમુખોને સંબોધતા જણાવ્યું કે, “તમે જે હોદ્દા પર છો તેનાથી બે સ્ટેપ ડાઉન જઈને કામગીરી કરશો તો જ સારું પરિણામ મળશે.”

પોતાની છબી સકારાત્મક રાખવાની પણ સલાહ

ચૂંટાયેલા પ્રતિનિધિઓને સીધા લોકો સાથે સંપર્કમાં રહેવા અને પોતાની છબી સકારાત્મક રાખવાની પણ સલાહ આપવામાં આવી.

આજે સોશિયલ મીડિયા મજબૂત કરવા ટકોર કરી

રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને ફરી આજે સોશિયલ મીડિયા મજબૂત કરવા અને સક્રિય રહેવા ટકોર કરી હતી