ગાંધીનગરમાં મતદાર યાદી સુધારણા અભિયાન તેજ બની છે. આજે જિલ્લા ચૂંટણી અધિકારી રવિન્દ્ર ખતાલેએ વિવિધ બૂથની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી. બૂથ પર હાજર બીએલઓ સાથે સીધો સંવાદ કરી નવા નામ ઉમેરવા, નામ કમી કરવા, સુધારા-વધારા અને સ્થળાંતરની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. દરેક અરજીનો નિયમ મુજબ ઝડપી નિકાલ થાય તે માટે અધિકારીઓેને સૂચના આપી હતી. ખાસ કરીને 18 વર્ષ પૂર્ણ કરનાર યુવાનો, યુવતીઓ, દિવ્યાંગ નાગરિકો સહિત કોઈપણ પાત્ર નાગરિક મતાધિકારથી વંચિત ન રહે તે માટે બૂથ લેવલે સઘન પ્રયાસો કરવા આદેશ આપ્યો હતો. આ ઉપરાંત જેના નામ હજુ મતદારયાદીમાં નોંધાયા નથી અથવા સુધારો કરવાનો બાકી છે તેઓ આ ખાસ ઝુંબેશનો મહત્તમ લાભ લઈ નોંધણી કરાવે તેવી નાગરિકોને અપીલ કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો