PM નરેન્દ્ર મોદી આગામી 28 ફેબ્રુઆરીના રોજ ફરી એકવાર પોતાના વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદના સાણંદ ખાતે મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરીને રાજ્યને નવી વિકાસની ભેટ આપશે.
PM મોદીનો ગુજરાત પ્રવાસ
નિર્ધારિત કાર્યક્રમ અનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બપોરે 3:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. એરપોર્ટ પર તેમના સ્વાગત માટે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે.










