આ તમામ ટ્રેનોના સ્ટોપેજથી કલોલ તથા આસપાસના વિસ્તારોના મુસાફરોને સીધી, સુલભ અને સમય બચાવતી મુસાફરીની સુવિધા પ્રાપ્ત થશે. GIDC છત્રાલમાં કાર્યરત શ્રમિકોને પણ સીધી કનેક્ટિવિટી મળશે અને તેમને ટ્રેન પકડવા માટે મહેસાણા અને અમદાવાદ જવું નહીં પડે. ઉપરાંત વિદ્યાર્થીઓ, નોકરીપેશા વર્ગ, વેપારીઓ, ખેડૂતો તથા સ્થાનિક શ્રમિકોને અન્ય મોટા સ્ટેશનો પર નિર્ભર રહેવું નહીં પડે, જેના કારણે મુસાફરીમાં થતો સમય, શ્રમ અને આર્થિક ખર્ચ—ત્રણેમાં નોંધપાત્ર ઘટાડો થશે. આ સાથે વેપાર, ઉદ્યોગ, શિક્ષણ, આરોગ્ય સેવાઓ તથા પર્યટનને પણ નવી ગતિ મળશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને રચના અંગે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને મુલાકાત લઈ શકે છે.


કલોલને દેશની રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઈ સાથે સીધી જોડે છે

01-20959/60 વલસાડ-વડનગર-વલસાડ ઇન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસ, જે કલોલને વલસાડ, સુરત, વડોદરા, અમદાવાદ અને વડનગર જેવા મહત્વના શહેરો સાથે જોડે છે.

02-16507/08 જોધપુર-બેંગલુરુ-જોધપુર એક્સપ્રેસ, જે કલોલને રાજસ્થાન, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતની રાજધાની બેંગલુરુ સાથે જોડે છે.

03-15269/70 મુઝફ્ફરપુર-સાબરમતી-મુઝફ્ફરપુર જનસાધારણ એક્સપ્રેસ, જે કલોલને બિહાર સહિત ઉત્તર ભારતના વિવિધ ક્ષેત્ર સાથે જોડે છે અને સામાન્ય મુસાફરો માટે ખૂબ જ ઉપયોગી છે.

04-12215/16 દિલ્હી સરાઈ રોહિલ્લા-બાંદ્રા ટર્મિનસ-દિલ્હી સરાઈ રોહિલ્લા ગરીબ રથ એક્સપ્રેસ, જે કલોલને દેશની રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઈ સાથે સીધી જોડે છે.

રેલમાં મુસાફરી કરતા મુસાફરોને સુરક્ષિત અને સુગમ આવાગમનની સુવિધા મળશે

કલોલ રેલવે સ્ટેશનનું અંદાજે રૂ. 44.22 કરોડના ખર્ચે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનર્વિકાસ કરવામાં આવી રહ્યો છે. આ યોજના હેઠળ કલોલ સ્ટેશનને આધુનિક મુસાફર સુવિધાઓથી સજ્જ, સુરક્ષિત અને ભવિષ્યની આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવી રહ્યું છે. કલોલ સ્ટેશન પર 40 ફૂટ પહોળા ફૂટ ઓવર બ્રિજનું નિર્માણ કાર્ય પણ પ્રગતિ પર છે, જે સ્ટેશનના તમામ પ્લેટફોર્મોને જોડીને શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને ભાગોને પરસ્પર જોડવાનું કામ કરશે, જેથી મુસાફરોને સુરક્ષિત અને સુગમ આવાગમનની સુવિધા મળશે.

ચાર જોડી ટ્રેનોના સ્ટોપેજ સાથે કુલ 32 ટ્રેનો કલોલ સ્ટેશન પર રોકાશે

સાથે સાથે, સ્ટેશનના પૂર્વી છેડે દ્વિતીય પ્રવેશ (સેકન્ડ એન્ટ્રી) ભવનનું નિર્માણ પણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે કલોલના પૂર્વી વિસ્તારના નાગરિકોને ટિકિટ બુકિંગ, પ્રતીક્ષાલય તથા અન્ય મુસાફર સુવિધાઓનો સીધો લાભ મળશે. હાલમાં કલોલ સ્ટેશન પરથી પ્રતિદિન આશરે 2,000 મુસાફરો આવાગમન કરે છે અને 24 ટ્રેનો અહીં નિયમિત રીતે રોકાય છે. આ ચાર જોડી ટ્રેનોના સ્ટોપેજ સાથે કુલ 32 ટ્રેનો કલોલ સ્ટેશન પર રોકાશે.

આ ચાર ટ્રેનોના કલોલ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય નીચે મુજબ રહેશે

01-ટ્રેન નં. 20959/20960 વલસાડ–વડનગર–વલસાડ સુપરફાસ્ટ એક્સપ્રેસ

ટ્રેન નં. 20959 વલસાડ–વડનગર એક્સપ્રેસ 16 ડિસેમ્બર 2025થી કલોલ સ્ટેશન પર 11.37 કલાકે આગમન અને 11.39 કલાકે પ્રસ્થાન કરશે. તેવી જ રીતે ટ્રેન નં. 20960 વડનગર–વલસાડ એક્સપ્રેસ 16 ડિસેમ્બર 2025થી કલોલ સ્ટેશન પર 18.15 કલાકે આગમન અને 18.17 કલાકે પ્રસ્થાન કરશે.

02-ટ્રેન નં. 12215/12216 દિલ્હી સરાય રોહિલ્લા–બાંદ્રા ટર્મિનસ ગરીબ રથ એક્સપ્રેસ

ટ્રેન નં. 12215 દિલ્હી સરાય રોહિલ્લા–બાંદ્રા ટર્મિનસ ગરીબ રથ એક્સપ્રેસ 16 ડિસેમ્બર 2025થી કલોલ સ્ટેશન પર 22.41 કલાકે આગમન અને 22.43 કલાકે પ્રસ્થાન કરશે. તેવી જ રીતે ટ્રેન નં. 12216 બાંદ્રા ટર્મિનસ–દિલ્હી સરાય રોહિલ્લા ગરીબ રથ એક્સપ્રેસ 16 ડિસેમ્બર 2025થી કલોલ સ્ટેશન પર 20.11 કલાકે આગમન અને 20.13 કલાકે પ્રસ્થાન કરશે.

03-ટ્રેન નં. 16507/16508 જોધપુર–કેએસઆર બેંગલુરુ દ્વિસાપ્તાહિક એક્સપ્રેસ

ટ્રેન નં. 16507 જોધપુર–કેએસઆર બેંગલુરુ એક્સપ્રેસ 18 ડિસેમ્બર 2025થી કલોલ સ્ટેશન પર 12.55 કલાકે આગમન અને 12.57 કલાકે પ્રસ્થાન કરશે. તેવી જ રીતે ટ્રેન નં. 16508 કેએસઆર બેંગલુરુ–જોધપુર એક્સપ્રેસ 17 ડિસેમ્બર 2025થી કલોલ સ્ટેશન પર 06.19 કલાકે આગમન અને 06.21 કલાકે પ્રસ્થાન કરશે.

04-ટ્રેન નં. 15269/15270 મુઝફ્ફરપુર–સાબરમતી સાપ્તાહિક જનસાધારણ એક્સપ્રેસ

ટ્રેન નં. 15269 મુઝફ્ફરપુર–સાબરમતી જનસાધારણ એક્સપ્રેસ 20 ડિસેમ્બર 2025થી કલોલ સ્ટેશન પર 05.53 કલાકે આગમન અને 05.55 કલાકે પ્રસ્થાન કરશે. તેવી જ રીતે ટ્રેન નં. 15270 સાબરમતી–મુઝફ્ફરપુર જનસાધારણ એક્સપ્રેસ 20 ડિસેમ્બર 2025થી કલોલ સ્ટેશન પર 18.28 કલાકે આગમન અને 18.30 કલાકે પ્રસ્થાન કરશે.


આ પણ વાંચો : Gandhinagar News : ગુજરાતમાં કમોસમી વરસાદથી થયેલ નુકસાનને લઈ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અત્યાર સુધીમાં 6805 કરોડથી વધુની સહાય ચૂકવાઈ



  • Follow us on: