રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા નાયબ મામલતદાર, મહેસૂલી કારકૂન તથા મહેસૂલી તલાટી માટે ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મહેસૂલ વિભાગે સત્તાવાર પત્ર જાહેર કરીને પરીક્ષાના કાર્યક્રમમાં આંશિક ફેરફાર અંગે જાહેરાત કરી છે.બકરી ઈદની રજાને કારણે પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
આ પરીક્ષાઓ નવા શેડ્યુલ્ડ મુજબ લેવામાં આવશે
આગામી સમયમાં બકરી ઈદની જાહેર રજામાં ફેરફાર થવાથી હવે આ પરીક્ષાઓ નવા શેડ્યુલ્ડ મુજબ લેવામાં આવશે.મહેસૂલ વિભાગના તા.02/04/2026 ના પરિપત્રથી નાયબ મામલતદાર,મહેસૂલી કારકૂન તથા મહેસૂલી તલાટી સંવર્ગના કર્મચારીઓ માટે તા.25/05/2026થી તા.30/05/2026 સુધી ગુજરાત ઉચ્ચ મહેસૂલ લાયકાત પરીક્ષા-2026ના આયોજન માટેનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો.

