ઈંધણ બચાવવા માટે વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવેલી અપીલનો અમલ કરવા માટે સરકાર એક્શનમાં આવી ગઈ છે. આજે કેબિનેટની બેઠક પહેલા જ મંત્રીઓ કાર પુલિંગ અને ઈલેક્ટ્રીક વાહનો લઈને ગાંધીનગર સચિવાલય પહોંચ્યા હતાં. નાયબ મુખ્યમંત્રી પણ પોતાની કાર છોડીને મંત્રી કૌશિક વેકરિયાની કારમાં આવ્યા હતાં. જ્યારે અન્ય મંત્રીઓ પણ ઈલેક્ટ્રીક વાહનો લઈને આવ્યા હતાં. હવે સરકારી કર્મચારીઓને પણ કાર પુલિંગ અને ઓનલાઈન મીટિંગો માટે અમલ કરાશે.
વડાપ્રધાનની અપીલને લોકોનું સમર્થન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, આવતીકાલથી પરિવહન મજબૂત કરવા 300 નવી બસ દોડતી કરવામાં આવશે.રાજ્યની જનતાના પરિવહન માટે નવી ST બસ દોડતી કરવામાં આવશે.કોઈપણ સમારોહ વિના ડાયરેક્ટ સેન્ટર ઉપર ST બસ દોડતી કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકાર પેટ્રોલ અને ડીઝલ બચાવવા માટે કટીબદ્ધ છે. વડાપ્રધાનની અપીલને લોકોનું ભારે સમર્થન આપવામાં આવ્યું છે.
