ભારત સરકારની સૂચનાના પગલે, ગુજરાત રાજ્યમાં આજે ઓઇલ અને રાસાયણિક આપત્તિ (Chemical and Oil Disaster) વ્યવસ્થાપન માટે એક વિશાળ સ્તરનું મોકડ્રિલ (Mock Drill)નું આયોજન કરવામાં આવ્યું છે. આ મોકડ્રિલનો મુખ્ય હેતુ ઓઇલ અને રસાયણો સંબંધિત આપત્તિની સ્થિતિમાં રાજ્યના તંત્રની સજ્જતા અને પ્રતિભાવ સમયની ચકાસણી કરવાનો છે.


ઓઇલ-રાસાયણિક આપત્તિ વ્યવસ્થાપન માટે મોકડ્રિલ

આ મોકડ્રિલ રાજ્યના કુલ પાંચ સંવેદનશીલ જિલ્લાઓમાં યોજવામાં આવ્યું છે, જેમાં મહત્વપૂર્ણ ઔદ્યોગિક અને પોર્ટ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે.આ મોકડ્રિલ નીચેના મુખ્ય સ્થળોએ યોજવામાં આવ્યું હતું.  દહેજ અને વાગરાના ઔદ્યોગિક ઝોન,  અડાજણ વિસ્તારમાં આવેલ IOCL (ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ) ખાતે,  નાયરા એનર્જી અને IOCL વાડીનાર ખાતે. રિલાયન્સ રિફાઇનરી ખાતે.કંડલા પોર્ટ અને ગાંધીધામ વિસ્તારમાં આ સમગ્ર મોકડ્રિલનું મોનિટરિંગ ગાંધીનગર સ્થિત સ્ટેટ ડિઝાસ્ટર સેન્ટર ખાતેથી કરવામાં આવ્યું હતું.

મોકડ્રિલ રાજ્યના કુલ પાંચ જિલ્લાઓમાં યોજવામાં આવ્યું

અધિકારીઓની એક વિશેષ ટીમે દરેક સ્થળ પરના પ્રતિભાવ અને સંકલનની ઝીણવટપૂર્વક તપાસ કરી હતી. આ મોકડ્રિલ દ્વારા સંબંધિત ઉદ્યોગો, સ્થાનિક વહીવટી તંત્ર, પોલીસ, ફાયર અને આરોગ્ય વિભાગ વચ્ચેનું સંકલન કેટલું અસરકારક છે તે ચકાસવામાં આવ્યું હતું, જેથી વાસ્તવિક આપત્તિના સમયે જાનમાલનું નુકસાન ઘટાડી શકાય.

  • Follow us on: