રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આવેલી સમરસ હોસ્ટેલ ફરી એકવાર વિવાદોમાં સપડાઈ છે. હોસ્ટેલમાં પીરસવામાં આવતા જમવાની ગુણવત્તા અત્યંત નિમ્ન હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને હોસ્ટેલ કેમ્પસની બહાર બેસીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
પનીરની ગુણવત્તા અને ગંદકી સામે સવાલ
વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, હોસ્ટેલમાં તેમને જે ભોજન આપવામાં આવે છે તે ખાવાલાયક હોતું નથી. ખાસ કરીને પીરસવામાં આવતા પનીરની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. વિદ્યાર્થીઓએ દાવો કર્યો છે કે પનીર વાસી અને અખાધ્ય હોય છે, જેના કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય બગડવાનો ડર રહે છે.










