ભૂતકાળમાં જેમને કોઈ પૂછતું નહિં, તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂજ્યા છે, જનતાના અપાર સમર્થન- ભરોસાથી એક ભારત, શ્રોષ્ઠ ભારતનો મંત્ર 12 વર્ષના શાસનથી ચરિતાર્થ થયો છે'' મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રદેશ ભાજપ કાર્યાલય શ્રી કમલમે મીડિયા સંવાદમાં આ કહ્યુ હતુ. શુક્રવારે કોબા સ્થિત કાર્યલાયે પ્રદેશ અધ્યક્ષ જગદિશ વિશ્વકર્માએ મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સંવાદનું આયોજન કર્યુ હતુ. જેમાં તેમણે વડાપ્રધાન મોદીના 12 વર્ષમાં સર્વસ્પશી, સર્વસમાવેશી અને રાષ્ટ્રહિતના કાર્યોનું વર્ણન કર્યુ હતુ. વિશ્વકર્માએ ત્રણ લોકસભા ચૂંટણીમાં સતત હેટ્રિક જીતથી દેશને મોદીના નેતૃત્વ, ભાજપની વિચારધારા અને પોલિટિક્સ ઓફ પર્ફોર્મન્સ પર જ ભરોસો છે તે સાબિત કર્યાનું કહ્યુ. મુખ્યમંત્રીએ 12 વર્ષના સફળ ટ્રેક રેકોર્ડને 140 કરોડ ભારતવાસીઓનું પ્રચંડ સમર્થન આગામી સમયમાં પણ મળતું રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ''12 વર્ષનુ શાસન એ માત્ર રેકોર્ડ અને આંકડાઓનો વિષય નથી, પરંતુ કરોડો દેશવાસીઓના જીવનમાં પરિવર્તનનું પ્રતિક છે'' એમ કહીને અઢી દાયકાથી ગુજરાત અને દેશના જાહેર જીવનમાં કાર્યરત મોદીનું નામ ઈતિહાસના પુસ્તકોમાં માત્ર એક નામ નહી પરંતુ એક સફલ અધ્યાય બની રહેશે તેમ ઉમેર્યુ હતુ.

Narmada: રાજપીપળાની ફલક વસાવાએ એશિયન ચેમ્પિયનશિપમાં મેળવ્યું પાંચમું સ્થાન









