ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ (Ambalal Patel) દ્વારા રાજ્યમાં કડકડતી ઠંડી (Severe Cold) પડવાની આગાહી કરવામાં આવી છે. તેમની આગાહી મુજબ, ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) સર્જાવાને કારણે તેની સીધી અસર ગુજરાત, ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે.


'શીત લહેર'ની એન્ટ્રી

અંબાલાલ પટેલના મતે, 27 ડિસેમ્બર બાદ રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો પ્રારંભ થશે અને તાપમાનનો પારો 14 ડિગ્રી સેલ્સિયસથી પણ નીચે જવાની સંભાવના છે. ઠંડીની આ લહેરની સૌથી વધુ અસર ઉત્તર ગુજરાતના પાટણ, સમી, હારીજ અને મહેસાણા જેવા વિસ્તારોમાં જોવા મળશે. આ સમયગાળા દરમિયાન કેટલાક વિસ્તારોમાં વાતાવરણ વાદળછાયું પણ રહી શકે છે. ખેડૂતો અને જનતાને આ કડકડતી ઠંડી સામે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Surat માં ટ્રાફિક નિયમોને તોડનારાઓની ખેર નહીં, 4 દિવસમાં 9753 વાહનચાલકોને ઈ-ચલણ ફટકારાયા 



  • Follow us on: