ગુજરાતમાં સિંહ અને દિપડાનો વસવાટ છે. સિંહોના સંવર્ધન માટે રાજ્ય સરકાર દ્વારા એક ઈકો સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. ત્યારે હવે રાજ્યમાં વાઘની હાજરી પણ નોંધવામાં આવી છે. જેથી નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીએ ગુજરાતને વાઘની હાજરી ધરાવતુ રાજ્ય જાહેર કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી છે.
રતનમહાલના જંગલમાં લાંબા સમયથી એક વાઘ સ્થાયી થયો
ગુજરાતમાં વન્ય જીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે એક ઈકો સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં સિંહોના સંવર્ધન માટે પણ રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ દરમિયાન એશિયાઈ સિંહોની સંખ્યા અને વિચરણનો વિસ્તાર પણ વધ્યો છે. એવામાં રતનમહાલના જંગલમાં લાંબા સમયથી એક વાઘ સ્થાયી થયો છે. વન્ય જીવોની કાળજી માટે વન વિભાગના પ્રયાસોને બિરદાવાયા છે. કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે, 33 વર્ષ બાદ ગુજરાત ટાઇગર સ્ટેટ જાહેર કરાયું છે. NTCAએ ગુજરાતને ટાઇગર સ્ટેટ જાહેર કર્યું છે.દાહોદના રતનમહાલમાં વાઘ સ્થાયી થયો છે. માદા વાઘની પણ માગ કરવામાં આવી છે. 2026ની વાઘની વસ્તી ગણતરીમાં ગુજરાતનો સમાવેશ કરાશે










