મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાસણગીરમાં આવા 183 વાહનોને ગુરુવારે સવારે ફ્લેગ ઓફ કરાવ્યું હતું. વન વિભાગે વિવિધ પ્રોજેક્ટ્સ અંતર્ગત 174 ફિલ્ડ બાઈક, 6 બોલેરો કેમ્પર અને 3 મોડીફાઇડ રેસ્ક્યૂ વ્હીકલ્સ ફોરેસ્ટ ફિલ્ડ સ્ટાફના પેટ્રોલિંગ, પ્રોટક્શન અને રેસ્ક્યુ કામગીરી માટે ઉપલબ્ધ કરાવ્યા છે.
વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
મુખ્યમંત્રી આ વાહન ફ્લેગ ઓફ કરાવતા પૂર્વે વહેલી સવારે સિંહ દર્શન માટે ગયા હતા અને દિવસ ની શરૂઆત ગીર ફોરેસ્ટ માં શિયાળાની ઠંડી સાથે કુદરતના ખુશનુમા સાનિધ્યમાં કરીને સિંહ દર્શનની રોમાંચક અનુભૂતિ કરી હતી. મુખ્યમંત્રીએ ખાસ સુવિધાથી સજ્જ આ વાહનોનું સંબંધિત વનકર્મીઓને ફાળવણી માટે ફ્લેગ ઓફ કરાવ્યું તે અવસરે વન પર્યાવરણ અગ્ર સચિવ ડૉ. વિનોદ રાવ, અગ્રમુખ્ય વન સંરક્ષક ડૉ. જયપાલસિંહ અને વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.













