ગિર સોમનાથ જિલ્લા લોકલ દ્રાઈમ બ્રાન્ચે તાલાલા તાલુકાના માધુપુર ગીર ગામે મોટરસાઈકલ પર હેરાફેરી કરી વિદેશી વિદેશી દારૂનું વેચાણ કરતા એક શખસની ધરપકડ કરી છે.

LCBના એ.એસ.આઈ.સોનિંગસિંહ સિસોદીયા,પો.કોન્સ્ટેબલ મહેશભાઈ સોસાને પેટ્રોલિંગ દરમિયાન માધુપુર ગીરથી જસાધાર વચ્ચે મોટરસાયકલ માં હેરાફેરી કરી વિદેશી દારૂનું થતું હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીને આધારે પોલીસે કેનિંગ પ્લાન્ટ પાસે ચેકિંગ હાથ ધરીને બાતમી વાળા બાઈકને રોકી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની નાની 90 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ અને બાઈક સહિત કુલ રૂ.70,380નો મુદ્દામાલ જપ્ત કરી ફિરદોશ મકવાણાની અટકાયત કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ દારૂનો જથ્થો ઈમરાન ભાલીયા અને ઈલસ મજગુલ પાસેથી ખરીદ્યો હોવાની કબૂલાત કરી હતી. તાલાલા પોલીસે ત્રણેય શખસો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.