તાલાલા શહેરમાં પોલીસ અધિકારી ASI પર ભાજપના કાર્યકરે હુમલો કર્યો હતો અને 11 હજારની રોકડ લૂંટ કરવામાં આવી હતી. આ બનાવ પાઉંભાજી લારી પાસે બન્યો, જેમાં ચશ્મા અને મોબાઈલ તૂટી ગયા હતા.
ઇજાગ્રસ્ત ASIને તરત જ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
ઇજાગ્રસ્ત ASIને તરત જ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો જેના પગલે પોલીસે શોધખોળ શરૂ કરી દીધી છે. આરોપી અંગે પોલીસે વિવિધ ટીમો બનાવી અલગ-અલગ જગ્યાઓ પર તપાસ શરૂ કરી છે.
સરકારી જગ્યા પર કબજો કરેલો છે તે ઉદય કોડિયાતરે હુમલો કર્યો
એએસઆઇએ જણાવ્યું હતું કે હું મારા પરિવાર સાથે પાઉંભાજીની લારીએ ઉભો હતો ત્યારે મારા મકાનની પાછળ સરકારી જગ્યા પર કબજો કરેલો છે તે ઉદય કોડિયાતર બાઇક પર નિકળ્યો હતો. તે આવ્યો અને મને અપશબ્દો બોલ્યો અને ઉશ્કેરાઇ જઇ દુકાનમાંથી સામાન લઇને મારવાની કોશિશ કરી હતી. તેણે 2 ખુરશી મને મારી હતી જેથી મારા ચશ્મા અને મોબાઇલ તૂટી ગયા હતા. 11 હજારની પણ તેણે લૂંટ કરી હતી. હું તાલાલા પોલીસ સ્ટેશનમાં એએસઆઇ તરીકે ફરજ બજાવું છું પોલીસે ભાજપના કાર્યકર ઉદય કોડિયાતર વિરુદ્ધ BNSની 309 (4), 118 (1), 324 (6), 352, 351(3), 115(1) કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
અતિક્રમણ કરવાના મુદ્દે અદાવતમાં હુમલો કરાયો
જાહેરમાં પોલીસ અધિકારી પર થયેલા આ હિંસક હુમલાએ શહેરમાં ચકચાર મચાવી દીધી છે સરકારી જમીન પર અતિક્રમણ કરવાના મુદ્દે અદાવતમાં હુમલો કરાયો હોવાનો આરોપ લગાવાયો છે.
આ પણ વાંચો---- Surat: ફેમિલી કોર્ટે 7 વર્ષની દીકરીને દીક્ષા મામલે આપ્યો ચૂકાદો