ગીર સોમનાથના વેરાવળના જાલેશ્વરમાં ધીંગાણું થયું હતુ અને દરિયાકાંઠે માછલી કાઢવા જેવી બાબતે માછીમારો સામસામે આવ્યા હતા અને મારામારી કરી વિસ્તાર બાનમાં લીધો હતો, આ અથડામણમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને પોલીસે તપાસ શરૂ કરી છે, હાલ આ વિસ્તારમાં શાંતિનો માહોલ છે.
વેરાવળના જાલેશ્વરમાં બે જૂથ વચ્ચે ધીંગાણું
માછીમાર સમુદાયના બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી અને જૂથ અથડામણમાં 6 વ્યકિતને ઈજા પહોંચી છે, દરિયાકાંઠે માછલી કાઢવા બાબતે બે સમુદાયના લોકોએ લાકડી, લોખંડની પાઇપો, પથ્થર વડે એકબીજા પર હુમલો કર્યો છે, તો પોલીસે બન્ને પક્ષે 13થી વધુ લોકો સામે ફરિયાદ નોંધી છે અને તપાસ શરૂ કરી છે, પોલીસે અમુક આરોપીઓને ઝડપી પાડયા છે, તો અમુક આરોપીઓ હજી ફરાર હોવાની વાત સામે આવી છે, છેલ્લા કેટલાય સમયથી માછલી કાઢવાને લઈ બબાલ હોવાની વાત સામે આવી છે.
