ગીર સોમનાથ જિલ્લામાં બાળક ખુલ્લી ગટરમાં ખાબકયું હોવાની વાત સામે આવી છે, સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે અને રસ્તા પર ચાલતા જતા સમયે બાળક ગટરમાં ખાબક્યું હતુ, સ્થાનિકોની સમયસૂચકતાથી બાળકનો આબાદ બચાવ થયો હતો અને રોડના કામ દરમિયાન ગટરના ઢાંકણા ખુલ્લા રખાયા હતા જેના કારણે આ ઘટના બની હતી.
કોન્ટ્રાક્ટર, પાલિકા, PWD વિભાગની ઘોર બેદરકારી
ગીર સોમનાથ જિલ્લામાં તંત્રની બેદરકારીના કારણે એક બાળકનો જીવ જતા રહી ગયો હતો, તાલાલા-સાસણ રોડ પર ખુલ્લી ગટરમાં 10 વર્ષનું બાળક પડ્યું હતુ અને સ્થાનિક લોકોની સમયસૂચકતાથી બાળકનો આબાદ બચાવ થયો છે, રોડ કામ દરમિયાન ગટરના ઢાંકણા ખુલ્લા રાખવાનો ગંભીર આરોપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો, કોન્ટ્રાક્ટર, નગરપાલિકા અને PWD વિભાગ પર બેદરકારીના આક્ષેપ લાગ્યા છે, જાહેરનામું પૂર્ણ છતાં રોડ કામ અધૂરું રાખ્યું છે.













