ગીર સોમનાથમાં ખેરના લાકડા સાથે એક શખ્સની વન વિભાગે અટકાયત કરી છે અને નગડિયાથી આવતો ગેરકાયદે જથ્થો પકડાયો છે, ભાવેશ ભીલની વન વિભાગે કરી અટકાયત અને ગેરકાયદે લાકડાનું કટિંગ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપ્યો છે, વન વિભાગે કડક કાર્યવાહી હાથધરીને ગુનો નોંધ્યો છે.
ગીર સોમનાથમાં ખેરના લાકડા સાથે એક શખ્સની અટકાયત કરાઈ
ગીર સોમનાથના નવાબંદર ગામે ગેરકાયદેસર ખેરના લાકડાનો જથ્થો ઝડપાયો છે અને ગીર ગઢડા તાલુકાના નગડિયા ગામેથી લાવવામાં આવતો હતો ખેરનો જથ્થો, વન વિભાગે બાતમી આધારે વાહન અટકાવી તપાસ કરતા સામે આવ્યું કે, લાકડાનો જથ્થો ગેર કાયદેસર છે અને વાહનનો ચાલક વન વિભાગને જવાબ આપી શકયો ન હતો અને પૂછપરછમાં સામે આવ્યું કે, જંગલામાંથી આ લાકડાનું કટીંગ કરીને વેચાણ અર્થે લાવવામાં આવ્યો હતો.
તપાસમાં 2 ટનથી વધુ ખેરના લાકડાનો જથ્થો મળી આવ્યો
વન વિભાગની તપાસમાં સામે આવ્યું કે આરોપીએ જંગલમાં જઈને લાકડાનું કટિંગ કર્યુ અને તેને ગાડીમાં ભરીને લાવવામાં આવતો હતો, ત્યારે આ સમગ્ર ઘટનામાં વન વિભાગે તપાસ કરી છે કે, જથ્થો કયાંથી આવતો હતો અને કોને આપવાનો હતો, ત્યારે ગેર કાયદેસર રીતે લાકડા લેતા વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપ્યો છે.










