ગીર સોમનાથના વાલાદર ગામે દીપડાએ મહિલા પર હુમલો કર્યો હોવાની વાત સામે આવી છે, જાહેર માર્ગ પર અચાનક દીપડો કૂદીને આવ્યો હતો, મહિલા સંબંધીના ઘરેથી પોતાના ઘર જતી હતી તે દરમિયાન આ ઘટના બની છે, ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડી છે અને દીપડાને તાત્કાલિક પાંજરે પુરવા ગ્રામજનોની માગ છે.
ગીર સોમનાથના વલાદર ગામે દીપડાએ કર્યો મહિલા પર હુમલો
50 વર્ષીય મહિલા પર દીપડાએ હુમલો કુરતા મહિલાને છાતીના ભાગે ગંભીર ઈજા પહોંચી છે, ગત મોડી સાંજે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, દીપડો વંડી કૂદીને આવ્યો અને હુમલો થયો હોવાની વાત સામે આવી છે, તો એક યુવકે બુમાબુમ કરતા દીપડો ત્યાંથી ભાગી ગયો અને મહિલાનો જીવ બચ્યો હતો. તો વન વિભાગની ટીમે પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.













