વેરાવળમાં બ્રિજની કામગીરી ગોકળગતિએ ચાલતા લોકોમાં અને ધારાસભ્યમાં રોષ જોવા મળ્યો છે, GUDC હસ્તક 2 રેલવે ફાટક પર ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે અને દોઢ વર્ષની ટાઈમ લિમિટ વાળા કામ 3.5 વર્ષે પણ અધૂરા રહેતા ધારાસભ્ય અકળાયા હતા, એન્જિનિયર નયન પરમારે દલીલ કરતાં MLA અકળાયા.
MLAએ એન્જિનિયરને કહ્યું તારી ખોટી દલીલ નહીં ચાલે
ધારાસભ્યએ એન્જિનિયરને સ્થળ પર બોલાવ્યો હતો અને કહ્યું કે, 24 વર્ષની રાજનીતિમાં કેટલાય એન્જિનિયર આવીને ગયા તમે કામ નથી કર્યું એટલે મારે આવવું પડ્યું છે, તું ખોટી મારી પાસે દલીલ ના કરતો અને તારી ખોટી દલીલ નહી ચાલે, અને અને હું પાછળ પડીશ ને તો ખોટા બીજા કામે લાગી જઈશ, ખોટી હોશિયારી મારી પાસે કરવામાં તારી બુદ્ધિ વાપરમાં એમ કહી ઉધડો લીધો.
અધિકારીઓ સાથે સ્થળ પર ચર્ચા
ધારાસભ્યએ મુલાકાત દરમિયાન ઓવરબ્રિજના કામમાં વિલંબ થવા પાછળના કારણો જાણવા સંબંધિત વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓને સ્થળ પર બોલાવ્યા હતા. તેમણે કામગીરી ધીમી પડવા પાછળના તકનીકી અને વહીવટી કારણો અંગે ઝીણવટભરી પૂછપરછ કરી હતી. ધારાસભ્યએ અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, આ માર્ગો શહેરની જીવાદોરી સમાન છે અને કામમાં વિલંબને કારણે ટ્રાફિક જામ તેમજ ધૂળની ડમરીઓથી લોકો પરેશાન થઈ રહ્યા છે.









