પ્રભાસ પાટણના ગુડલૂક સર્કલ નજીક વ્યવસ્થાની માગ કરવામાં આવી છે અને વિસ્થાપીતો માટે જમીન સંપાદીત કરી વ્યવસ્થાની માગ કરવામાં આવી છે, લોકોને સાથે રાખી કાર્યવાહી કરવા સમિતિની માગ છે અને તેને લઈ બેઠક યોજાઈ હતી, છેલ્લા કેટલાય સમયથી ગીર સોમનાથ કોરિડોરને લઈ ચર્ચા કરવામાં આવી રહી છે પણ નિરાકણ જલદીથી આવતું નથી.
સોમનાથ કોરિડોર મુદ્દે ફરી ગરમાવો
બ્રહ્મપુરી ખાતે પ્રભાસ હિત રક્ષક સમિતીની બેઠક યોજાઇ અને બેઠકમાં દરેક સમાજના આગેવાનો સહિત અસરગ્રસ્તો હાજર રહ્યા હતા અને તંત્ર દ્વારા સમિતિને તોડવાનો પ્રયાસ થતો હોવાનો આક્રોશ સામે આવ્યો છે, એકલ દોકલ નબળા લોકોને દલાલ મારફતે ભોળવી મિલકત લેવાની પ્રક્રિયા કરવામાં આવે છે તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે, તો લોકોનું કહેવું છે કે, તંત્રએ સમિતિ સાથે રહી કાર્યવાહી કરવી જોઈએ અને તંત્રની કુટનિતી સામે ગ્રામજનોમાં ફરી ભભૂખ્યો આક્રોશ.
નોટિસ વગર જમીન સંપાદન કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે
આ પ્રોજેકટના કારણે અસરગ્રસ્તોનો એવો પણ આક્ષેપ છે કે, કોઈ આગોતરી જાણ કે નોટિસ આપવામાં આવતી નથી અને સીધી જ સંપાદનની કામગીરી શરૂ કરવામાં આવી છે. તો એ બેઠકમાં સ્થાનિકોનો સૂર ઉઠયો હતો કે અમારે આ કોરિડોર નથી જોઈતો. કોરિડોર માટે જમીન સંપાદનની કામગીરીને અગ્રતા આપી પ્રભાસપાટણ નગરના લોકો સાથે જિલ્લા કલેક્ટર, ડે. કલેક્ટર, એસ.પી. સહિત ઉચ્ચ અધિકારીઓ અવારનવાર બેઠકો યોજી રહ્યા છે.









