ગીર સોમનાથમાં ટાઈમ બોમ્બ જેવી વસ્તુ મળી આવતા દોડધામ મચી હતી અને SOG,LCB,ડોગ સ્કોર્ડ સહિતની એજન્સી ઘટના સ્થળે પહોંચી હતી, તપાસ કરતા બોમ્બ નકલી હોવાનું સામે આવ્યું છે અને પ્રકાશ ચુડાસમા નામના યુવકે બનાવ્યો હતો નકલી બોમ્બ, યુ ટ્યુબ જોઇ બોમ્બ બનાવ્યાનું યુવકે કરી કબૂલાત.


[[$googlead]]

રમત રમતમાં બોમ્બ બનાવ્યાનું યુવકનું રટણ

યુવકે પોલીસને કહ્યું કે, યુ ટયુબ પરથી બોમ્બ બનાવવાની જાણકારી મેળવી હતી અને રમત રમતમાં આ બોમ્બ મળ્યો હતો, તો ભાડુઆતને ધ્યાને આવતા પોલીસને કરી હતી જાણ અને પોલીસે યુવકની અટકાયત કરી તપાસ શરુ કરી છે, સોસાયટીમાં સ્થાનિકોમાં ગભરાહટનો માહોલ જોવા મળ્યો હતો.

વેરાવળના ભાલકા મંદિર પાછળ રહેણાંક વિસ્તારની ઘટના

ગીર સોમનાથના વેરાવળના ભાલકા મંદિર પાછળ રહેણાંક વિસ્તારમાં આ ઘટના બની હોવાની વાત સામે આવી હતી, ઘટનાની જાણ તાત્કાલીક પોલીસને થતા SOG, LCB, BDDS, ડોગ સ્કોર્ડ સહિતની એજન્સીઓ ઘટના સ્થળે દોડી આવી હતી, BDDSની તપાસમાં નકલી બૉમ્બ હોવાનું સામે આવતા સુરક્ષા એજન્સીઓએ રાહતનો દમ લીધો હતો, પ્રાથમિક તપાસમાં મકાન માલિક પ્રકાશ ચુડાસમા નામના યુવકે નકલી બૉમ્બ બનાવ્યાનું સામે આવ્યું. પોલીસ પૂછપરછમાં યુવકે ચારેક માસ અગાઉ નકલી બૉમ્બ બનાવ્યો હતો, જે મકાનના રૂમના બાથરૂમ ઉપરના મેળામાં એક થેલામાં રાખ્યો હતો.

[[$alsoread]]

 

  • Follow us on: