ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આગામી 10 અને 11 જાન્યુઆરીએ ભવ્ય કાર્યક્રમોનું આયોજન થવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જેઓ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ પણ છે, તેઓ સોમનાથ દાદાના આશીર્વાદ લેવા અને વિકાસ કાર્યોની સમીક્ષા કરવા પધારશે.

પીએમ મોદી નિહાળશે 1000 અશ્વોનું પ્રદર્શન

ઐતિહાસિક ક્ષણ અને 1000 અશ્વનું પ્રદર્શન વર્ષ 2026 એ સોમનાથ મંદિરના ઇતિહાસમાં ખૂબ મહત્વનું વર્ષ છે, કારણ કે સોમનાથ પર થયેલા આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ નિમિત્તે 8 થી 11 જાન્યુઆરી દરમિયાન વિવિધ સાંસ્કૃતિક અને શૌર્યલક્ષી કાર્યક્રમો યોજાશે. આ મુલાકાતનું મુખ્ય આકર્ષણ 1000 અશ્વોનું પ્રદર્શન છે, જે ભારતીય સંસ્કૃતિ અને વીરતાના પ્રતીક સમાન છે, જેને પ્રધાનમંત્રી નિહાળશે.

મુલાકાતનું તમામ શિડ્યુઅલ અને બેઠકો

10 જાન્યુઆરી: પ્રધાનમંત્રી સોમનાથ આવશે અને રાત્રિના સમયે સોમનાથ ટ્રસ્ટની હાઈ-પ્રોફાઈલ બેઠકની અધ્યક્ષતા કરશે. આ દરમિયાન મંદિરના કોરિડોર અને ચાલી રહેલી વિવિધ વિકાસ યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે.
11 જાન્યુઆરી: પીએમ મોદી સોમનાથના પવિત્ર મૈયરમાં એક વિશાળ જાહેરસભાને સંબોધશે, જેમાં જનકલ્યાણકારી યોજનાઓ અને સોમનાથના ભવિષ્યના વિકાસ વિશે વાત થઈ શકે છે.

સોમનાથમાં તંત્ર દ્વારા જોરોશોરથી ચાલી રહી છે તૈયારીઓ

તંત્ર દ્વારા જોરશોરથી તૈયારીઓ આ હાઈ-પ્રોફાઈલ મુલાકાતને લઈને ગીર-સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ કાફલો સતર્ક થઈ ગયો છે. સુરક્ષા અને વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સોમનાથમાં ખાસ બેઠક યોજશે. આ મુલાકાત માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સોમનાથના પ્રવાસન અને વિકાસ માટે એક નવો સીમાચિહ્ન સાબિત થશે.


  • Follow us on: