દીવના વણાંકબારામાં સાંજના 4/30 વાગ્યે સિકોતર માતાના મંદિર સામે,બંદર રોડ પર ચાલીને જતા એક શખ્સને કારના ચાલકે ઠોકર મારતા ગંભીર ઈજાને કારણે મૃત્યુ નિપજયું હતું. કારચાલક ઋુષિ સવાય આંજાણીએ તેની કાર બેફીકરાઈથી ચલાવતા પહેલા છકડો રિક્ષાને ટકકર માર્યા બાદ ચાલીને જતા કપિલભાઈ મોહનભાઈ પરમાર ઉ.વ.52(રે.વાંસોજ તા.ઉના)ને હડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઈજા થતા દીવ સરકારી હોસ્પિટલ લાવતા ફરજના તબીબે મૃત જાહેર કર્યા હતા.કપિલભાઈ પરમાર વણાંકબારામાં સલુનની દુકાનમાં નોકરી કરતા અને સાંજે હોટલમાં કામ કરતા હતા.તેમને સંતાનમાં ચાર પૂત્રી અને એક પૂત્ર છે.તેમની આર્થિક પરિસ્થિતિ ખુબ જ નબળી છે.આ અચાનક દુઃખદ ઘટના બનતા તેમના પરિવાર પર આભ તુટી પડયું હતું.
