સોમનાથ મંદિરના પુન:નિર્માણના 75 વર્ષ નિમિત્તે સોમનાથ અમૃતપર્વ 2026ની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આ ઉજવણીમાં ભાગ લેવા માટે વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે આવ્યા છે. આજે સોમનાથ મંદિર ખાતે હેલિપેડથી હમીરજી સર્કલ સુધી વડાપ્રધાન મોદીએ રોડ શો યોજીને હજારોની જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું. ત્યાર બાદ તેમણે મંદિરમાં દેવાધિદેવને જળાભિષેક કરી વિશેષ પૂજામાં ભાગ લીધો હતો. હવે તેઓ સભા સ્થળ તરફ રવાના થયા છે. સદભાવના ગ્રાઉન્ડ ખાતે તેઓ સભાને સંબોધિત કરી રહ્યાં છે.
આજે પ્રભાસ પાટણનું પવિત્ર ક્ષેત્ર અદભુત પ્રભા સાથે છે
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આજે પ્રભાસ પાટણનું પવિત્ર ક્ષેત્ર અદભુત પ્રભા સાથે છે. મહાદેવનો આ સાક્ષાત્કાર અને આ સોંદર્ય, પુષ્પવર્ષા, ભગવા ઘ્વજોની આભા, અને નૃત્યુની પ્રસ્તુતી, વેદ મંત્રોનો ઉચ્ચાર, શિવ પંચાક્ષરીનો અખંડા પાઠ અને આ તમામ સાથે સાગરની લહેરોનો જયઘોષ. એવું લાગે છે કે આ સૃષ્ટી એક સાથે બોલે છે જય સોમનાથ. જે સ્વયં કાલ સ્વરૂપ છે આજે તે દેવાધિદેવ મહાદેવની પ્રતિષ્ઠાના આપણે 75 વર્ષ ઉજવી રહ્યાં છીએ.
આ યાત્રા સુખદ અનુભૂતી આપી રહી છે
આજે હું અહીં આવી રહ્યો હતો ત્યારે આ યાત્રા સુખદ અનુભૂતી આપી રહી છે. સોમનાથના અવિનાષી હોવાનો ગર્વ અને આજે આ આધુનિક સ્વરૂપના પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષ આપણે માત્ર બે આયોજનોના હિસ્સાભર નથી બન્યા. આપણને એક હજાર વર્ષોની યાત્રાને અનુભવવાની મહાદેવે તક આપી છે. 75 વર્ષ પહેલા આજના જ દિવસે સોમનાથ મંદિરની પુનઃ સ્થાપના એ કોઈ સાધારણ અવસર નહોતો. 1947માં ભારત આઝાદ થયો તો 1951માં સોમનાથની પ્રાણ પ્રતિષ્ઠાએ ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદ્ઘોષ કર્યો હતો.
સોમનાથનો અમૃત મહોત્સવ અતિતનો ઉત્સવ નથી
સરદાર સાહેબે સોમનાથના પુનઃ નિર્માણથી વિશ્વને બતાવ્યું હતું કે, ભારત પોતાના પ્રાચિન ગૌરવને ફરી પ્રાપ્ત કરવા આગળ વઘી રહ્યો છે.જેથી આ અવસર પર હું માત્ર 75 વર્ષની ઝાંખી નથી જોઈ રહ્યો. અહીં જોઈ રહ્યો છું વિનાશમાં સર્જનના સંકલ્પને. જેને સોમનાથને ચરિતાર્થ કર્યું છે. હું અહીં જોઈ રહ્યો છું અસત્ય પર સત્યના વિજયને. હજારો વર્ષોની આદ્યાત્મિક ચેતનાને. જેણે માનવ માત્રની શીખ વિશ્વને આપી છે. ભારતના અવિનાશી સ્વરૂપને કોઈપણ પ્રયાર મીટાવી શક્યો નથી અને હરાવી શક્યો નથી. સોમનાથનો અમૃત મહોત્સવ અતિતનો ઉત્સવ નથી. આ આગળના એક હજાર વર્ષો માટે ભારતની પ્રેરણાનો મહોત્સવ છે.
11 મેના રોજ પહેલા ત્રણ પરમાણું પરિક્ષણ કર્યા હતાં
આજના દિવસે ભારત દેશ દ્વારા પોખરણમાં પરમાણું પરિક્ષણ કર્યું હતું. 11 મેના રોજ પહેલા ત્રણ પરમાણું પરિક્ષણ કર્યા હતાં. આપણાં વૈજ્ઞાનિકોએ ભારતના સામર્થ્ય અને ક્ષમતાને દુનિયાની સામે રાખી હતી. જેના કારણે વિશ્વ હચમચી ગયું હતું. વિશ્વની શક્તિઓ ભારતને દબોચવા માટે મેદાનમાં ઉતરી, અનેક પ્રકારના બંધનો લાગ્યા, આર્થિક સંકટની સંભાવનાઓના રસ્તાના સંકેત હતાં. દુનિયાની મોટી મોટી તાકાતો આટલું મોટું આક્રમણ કરે તો આગળનો રસ્તો દેખાતો નથી. પણ આપણે અલગ જ માટીના બનેલા છીએ. 11 મેના બાદ વિશ્વ આપણી પણ તૂટી પડી હતી. 13મી મેના રોજ ફરી વધુ બે પરમાણું પરિક્ષણ કરવામાં આવ્યા હતાં. ભારતની રાજનીતિની શક્તિ કેટલી અટલ છે. એ સમયે સમગ્ર દુનિયાનો દબાવ ભારત પર હતો. અટલજીના નેતૃત્વમાં ભાજપની સરકારે કહ્યું હતું. કે અમારા મારે દેશ પ્રથમ છે. દુનિયાની કોઈ તાકાત ભારતને ઝુકાવી નહીં શકે.
ઓપરેશન શક્તિની વર્ષગાંઠની શુભકામનાઓ
દેશે પરમાણું પરિક્ષણને ઓપરેશન શક્તિ નામ આપ્યું છે. જ્યારે દેશનું મિશન ચંદ્રયાન સફળ થયું ત્યારે એ જગ્યાનું નામ પણ આપણે શીવશક્તિ પોઈન્ટ રાખ્યું છે. કારણ કે આપણી આસ્થામાં ચંદ્રમા શિવ સાથે જોડાયેલા છે અને શીવ શક્તિ સાથે જોડાયેલા છે. એટલે જ ચંદ્રના નામ સાથે જ આ જ્યોતિર્લિંગને આપણે સોમનાથ કહીએ છીએ. આજે આપણે એક સંકલ્પ સાકાર થતાં જોઈ શકીએ છીએ. હું ઓપરેશન શક્તિની વર્ષગાંઠની શુભકામનાઓ પાઠવું છું. જેના નામ સાથે જ અમૃત જોડાયેલું હોય તેને નષ્ટ કોણ કરી શકે. અનેક આંક્રાંતા અને લૂંટારાઓએ સોમનાથના વૈભવને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો. તે આ મંદિરને ભૌતિક ઢાંચો માનીને ટકરાતા રહ્યાં અને મંદિરને તોડતા રહ્યા. પરંતુ આ મંદિર વારંવાર ઉભું થયું. રાજા ભોજ અને ક્યારે રાજા ભીમ દેવ પ્રથમ અને ક્યારેક રાજા મહિપાલ પ્રથમ આવા અનેક શિવભકત સમય સમય પર સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ કરાવતા રહ્યા છે.
આપણા સાંસ્કૃતિ સ્થળો હજારો વર્ષોથી ભારતની ઓળખ રહ્યાં
આપણા સાંસ્કૃતિ સ્થળો હજારો વર્ષોથી ભારતની ઓળખ રહ્યાં છે. આ વિરાસતના મહત્વને આપણે નથી સમજી શક્યા. વિદેશી હુમલાખોરોએ આવા સ્થળોને નષ્ટ કર્યા હતાં. ત્યારે દેશવાસીઓએ સાથે આવીને ફરી આવા સ્થળોની પુનઃપ્રતિષ્ઠા કરી. આપણે ત્યાં રાષ્ટ્રીય સ્વાભિમાન સાથે રાજનીતિ થતી રહી. સોમનાથ તેનું સાક્ષી છે. આઝાદી બાદ પહેલી જવાબદારી હતી કે, સોમનાથનો પુનરોદ્દાર કરવો. સરદાર પટેલે તેની શરૂઆત કરી. પરંતુ આ માટે નહેરૂજીના વિરોધને સહન કરવો પડ્યો હતો. આ વિરોધ બાદ પણ સરદાર સાહેબે મંદિરનું પુન: નિર્માણ થયું. દેશમાં આજે પણ એવી શક્તિઓ પ્રભાવી છે જેને તુષ્ટીકરણ વધુ સારૂ લાગે છે. રામ મંદિર નિર્માણનો પણ વિરોધ કરવામાં આવ્યો.
અયોધ્યામાં 500 વર્ષની પ્રતિક્ષા પૂર્ણ થઈ
આજે કાશીમાં સદીઓ બાદ બાબા વિશ્વનાથ નામનો ભવ્ય વિસ્તાર થયો અને ઉજ્જૈનમાં પણ કામ કર્યું. અયોધ્યામાં 500 વર્ષની પ્રતિક્ષા પૂર્ણ થઈ છે. આવા અનેક પવિત્ર તિર્થ, મઠ, મંદિર અને ક્ષેત્રની મહિમા જાણી છે ત્યાં આપણને સમૃદ્ધ પરંપરાના દર્શન થતાં રહ્યાં છે. આ 10થી 12 વર્ષની અંદર થયું છે.
દેશમાં તીર્થ ક્ષેત્રોમાં આર્થિક ગતિવિધિ વધી
દેશમાં તીર્થ ક્ષેત્રોમાં આર્થિક ગતિવિધિ વધી છે. સોમનાથ પણ તેનું એક ઉદાહરણ છે. સોમનાથ મંદિર ટ્રસ્ટ સાથે સેંકડો પરિવારો જોડાયેલા છે. જે લોકો અહીં આવે છે એ રાજ્યના બાકીના વિસ્તારોમાં પણ ફરે છે. આપણી આસ્થા આપણને જીવન જીવવાની રીત શીખવે છે. કારણે આપણે માનીએ છીએ કે સૃષ્ટી અને પ્રકૃતિ ઈશ્વરનું સ્વરૂપ છે. આપણી આસ્થા વૃક્ષો અને પાણીમાં છે.
દાદા સોમનાથના આશીર્વાદ હંમેશા આપણી સાથે રહે
આજે સોમનાથના અમૃતપર્વની ઉજવણી દરમિયાન આ યાત્રા આપણી સામે છે જેને આપણે નવી ઉંચાઈ પર લઈ જવાની છે. આપણા સંકલ્પોનો પૂરા કરવામાં દાદા સોમનાથના આશીર્વાદ હંમેશા આપણી સાથે રહે તેવી પ્રાર્થના. આ અવસરની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.