તાલાલા : તાલાલામાં નગરપાલિકા હાઈસ્કૂલ આયોજીત તાલુકા કક્ષાની સંગીત સ્પર્ધા યોજાઇ હતી જેમાં આંકોલવાડી ગીર ગામની વિનય મંદિર માં ધો.12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની જાનવીબેન રાઠોડે ઉત્કૃષ્ટ દેખાવ કરી દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી શાળા અને ગામનું ગૌરવ વધાર્યું છે. સંગીત ક્ષેત્રે પોતાની પ્રતિભા અને કૌશલ્યના બળે તેણે આ સિદ્ધિ હાંસલ કરવા સબબ શૈક્ષણિક સ્ટાફ્ તથા પરિવારજનોમાં આનંદની લાગણી પ્રસરી છે.
