દીવ : દીવમાં હોટેલ મહેશ્વરીના રેસ્ટોરન્ટમા ચેકિંગ કરવામાં આવ્યુ હતુ. ચેકિંગ દરમિયાન રસોડામાં ગંભીર ખામીઓ જોવા મળતા શો-કોઝ નોટિસ ફ્ટકારાઈ હતી અને બે દિવસ માટે બંધ કરવામા આવ્યુ હતુ. દીવના સાઉદવાડી સ્થિત હોટલ મહેશ્વરીમાં ફૂડ સેફ્ટી ઓફ્સિર હેમલભાઈ બામણિયા દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં અનેક ગંભીર ખામીઓ અને નિયમોનો ભંગ જોવા મળ્યો હતો. રેસ્ટોરન્ટનું ફૂડ લાઇસન્સ અને સ્ટાફ્ના મેડિકલ સર્ટિફ્કિેટ લાંબા સમયથી એક્સપાયર થઈ ગયા હતા. રસોડામાં પેસ્ટ કંટ્રોલ સર્ટિફ્કિેટ નહોતું, માખીઓ જોવા મળી હતી અને સ્ટાફે યુનિફોર્મ પહેર્યો નહોતો. આ ઉપરાંત, નોન-વેજ ફરિજમાં છાશ રાખવામાં આવી હતી અને વોટર ટેસ્ટ રિપોર્ટ પણ ઉપલબ્ધ નહોતો. અસંતોષકારક સ્થિતિને પગલે ફૂડ સેફ્ટી ઓફ્સિરે તાત્કાલિક કાર્યવાહી કરતા રેસ્ટોરન્ટને બે દિવસ માટે બંધ કરાવીને મેનેજમેન્ટને શો-કોઝ નોટિસ ફ્ટકારી હતી. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જ્યાં સુધી આ તમામ પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય ત્યાં સુધી રેસ્ટોરન્ટ ખોલવાની પરવાનગી મળશે નહીં. દીવ જિલ્લામાં સમયાંતરે થતા આ પ્રકારના ચેકિંગનો મુખ્યહેતુ સરકારી નિયમોનું કડક પાલન કરાવવાનો છે, જેથી લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડાં ન થાય, કારણ કે ગ્રાહકો સામાન્ય રીતે રસોડાની અંદર જઈને સ્વચ્છતા ચકાસી શકતા નથી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો