અખંડ ઓમકાર જાપ સાથે સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી ભવ્ય રીતે શરૂ થઇ છે. સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં શંખનાદ સાથે આજે 72 કલાકના અખંડ ઓમકાર જાપનો પ્રારંભ થયો.
ગુજરાતભરના 2500 બ્રાહ્મણોએ આ ભવ્ય જાપમાં ભાગ લીધો
ગુજરાતભરના 2500 બ્રાહ્મણોએ આ ભવ્ય જાપમાં ભાગ લીધો. અગ્નિદેવની સાક્ષીએ આ ધાર્મિક પ્રસંગને દિવ્યતા અપાઈ, જ્યારે અરબી સમુદ્ર કાંઠે આધ્યાત્મિક ચેતનાની અનુભૂતિ થઇ હતી. દેશભરના દર્શનાર્થીઓ પણ ઓમકાર મંત્રોચ્ચારમાં મંત્રમુગ્ધ રહ્યા.
મંત્રીઓ સહિત સામાન્ય દર્શનાર્થી પણ ધન્ય થયા
આજના સમારંભમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી અને શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાની ઉપસ્થિતિ રહી. મંત્રીઓ અને સામાન્ય દર્શનાર્થીઓ પણ આ ક્ષણે ધન્ય થઇ ગયેલા જોવા મળ્યા હતા
સ્વાભિમાન પર્વની ઉજવણી આજથી 11 જાન્યુઆરી સુધી ચાલશે
આ સ્વાભિમાન પર્વની ઉજવણી આજથી 11 જાન્યુઆરી સુધી ચાલશે. અંતિમ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ મંદિરના દર્શન કરશે.
દેશભરના શિવાલયોમાં પણ ઓમકાર મંત્ર જાપ
સોમનાથ મહાદેવની સાથે દેશભરના શિવાલયોમાં પણ ઓમકાર મંત્ર જાપથી ભવ્ય પ્રારંભ થયો છે, જે દેશમાં આધ્યાત્મિક ઉન્નતિનું પ્રતીક છે.
આ પણ વાંચો---- Ahmedabad Kite Festival 2026 : અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026માં 50 દેશના 135 પતંગબાજો સહભાગી થશે