ગીરના જંગલોમાં છેલ્લા કેટલાક સમયથી એક અજાણી ખામોશી છવાઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે. ગીરમા ભેદી વાયરસના કારણેસાવજ પર આવેલી આપત્તિએ અનેક પ્રશ્નો સર્જયા છે.ગીરગઢડાના વાડી વિસ્તારમાં કેમેરામાં કેદ થયેલા ત્રણ સાવજની આ તસવીર ઘણું કહી રહી છે. સાવજની ગર્જનાથી ગૂંજી ઉઠતું ગીર આજે જાણ ભેદી વાયરસના સકંજામા સપડાયુ છે. આ વાયરસથી સિંહ અને સિંહબાળોએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલોએ સમગ્ર રાજ્યના વન્યપ્રેમીઓમાં ચિંતા વધારી છે.વનવિભાગ દ્વારા દિવસ-રાત મહેનત કરીને સારવાર, મોનીટરીંગ અને સુરક્ષાના પ્રયાસો હાથ ધરાયા છે, જેના કારણે હાલ પરિસ્થિતિ થોડી કાબૂમાં આવી રહી હોવાનું માનવામાં આવે છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: