જસાધાર રેન્જના નવાબંદર રાઉન્ડના ફોરેસ્ટર સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન એક ટ્રકમાં ગેરકાયદે રીતે લાકડાનો જથ્થો પરિવહન થતો હોવાની માહિતી મળી હતી જેના આધારે વનવિભાગે કાર્યવાહી કરી નળીયા માંડવીથી લાકડા ભરેલો ટ્રક ઝડપી પાડયો હતો. વનવિભાગે ટ્રક તથા તેમાં ભરેલ લાકડાનો જથ્થો કબ્જે કર્યો હતો.ગીર (પૂર્વ) વનવિભાગ, ધારીના નાયબ વન સંરક્ષક વિકાસ યાદવ માર્ગદર્શન તેમજ મદદનીશ વન સંરક્ષક ઉના, કપિલ ભાટિયાની સૂચના મુજબ ગેરકાયદે સિંહ દર્શન તેમજ જંગલ વિસ્તારમાં થતી ગેરપ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે જસાધાર રેન્જ ખાતે સતત નાઈટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરી દરમિયાન જસાધાર રેન્જના નવાબંદર રાઉન્ડના ફોરેસ્ટર જે.સી. બાંભણિયાને નાળિયા માંડવી ગામના સરપંચ રફ્કિભાઈ ઈસમાઈલભાઇ સુમરા દ્વારા એક ટ્રકમાં ગેરકાયદે લાકડાનો જથ્થો પરિવહન થતો હોવાની માહિતી આપવામાં આવી હતી. જેના આધારે વન વિભાગના સ્ટાફ્ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટ્રક તથા તેમાં ભરેલ લાકડાનો જથ્થો કબ્જે લેવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ ટ્રકના ચાલકનું નામ મહમદ યુસુફ્ સરવૈયા રહે. ટીંબી હોવાનું જાણવા મળેલ છે, જ્યારે વાહન માલિકનું નામ ગોપાલ પંચાભાઇ બાંભણીયા રહે. વરસીંગપૂર હોવાનું પ્રાથમિક રીતે બહાર આવેલ છે. વન વિભાગ દ્વારા કાયદાની જોગવાઈઓ અનુસાર જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ છે તથા લાકડાના જથ્થાના સ્ત્ર્રોત અને અન્ય સંડોવાયેલા વ્યક્તિઓ અંગે વધુ તપાસ ચાલુ છે.

જૂનાગઢમાં સ્વદેશી જાગરણ મંચ દ્વારા અભ્યાસ વર્ગ યોજાયો









