ગોધરા : ઘોઘંબા તાલુકામાં આવેલ એસ. પી. પટેલ આર્ટ્સ કોલેજ, સિમલીયા અને કોમ્પિટિશન ગુરુકુળ એકેડમી, ગોધરાના સંયુક્ત ઉપક્રમે આજરોજ GPSC સ્પર્ધાત્મક પરીક્ષાના નિઃશુલ્ક વર્ગોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મંડળના પ્રમુખ નટવરસિંહ ચૌહાણે વિધાર્થીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. ગુરુકુળ એકેડેમીના સંચાલકો લક્ષ્મીકાંત ચૌહાણ, દિનેશભાઇ પ્રણામી,કોલેજના પ્રિન્સિપાલ ડૉ. દિલીપકુમાર અમીન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કોલેજનો સ્ટાફ્ગણ અને વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ગોમાં 80 કરતા વધુ વિધાર્થીઓ પ્રવેશ લઇ અભ્યાસ કરશે. ત્રણ મહિના સુધી આ વર્ગો ચાલશે.GPSC પરીક્ષાના અભ્યાસક્રમને અનુરૂપ વિષય નિષ્ણાંતો દ્વારા અભ્યાસ કાર્ય કરાવવામાં આવશે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: