ગોધરા તાલુકાના મોટી કાંટડી પેટે ધામણી ગામે સર્જાયેલા એક માર્ગ અકસ્માતમાં ટ્રકની અડફેટે પટકાયેલા યુવકનું ઘટના સ્થળે જ મોત થયુ હતું.


ગોધરા તાલુકાના આઇડિયા ગામે આવેલા ભાથીજી મંદિર ફ્ળિયામાં રહેતા કાંતિભાઈ મગનભાઇ ચૌહાણે કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.જેમાં તેઓએ જણાવ્યું હતું કે ગત તા 10જાન્યુઆરીના રોજ તેઓનો 30 વર્ષીય ભત્રીજો વિજયભાઈ ચૌહાણ ઉદલપૂરથી બાઈક લઈને ઘરે આવી રહ્યો હતો. વિજય ચૌહાણ એકાદ વાગ્યાની આસપાસ પોતાનો ચણા પુલાવનો વેપાર કરીને ઘરે આવી રહ્યો હતો. જે દરમ્યાન ગોધરા તાલુકાના મોટી કાંટડી પેટે ધામણી ગામ પાસે આવેલી સર્વોદય હોટેલ નજીક રસ્તે પસાર થતા ટ્રકચાલકે બાઈકચાલક યુવાનને અડફેટે લીધો હતો.આ અકસ્માતમાં ટ્રકની ટક્કર વાગતા વિજય ચૌહાણ ઉછળીને બાઈક પરથી રોડ પર પડયો હતો, જે બાદ ટ્રકના તોતિંગ વ્હીલ ફરી વળતા વિજયનું શરીર બે ભાગમાં વહેંચાઈ ગયું હતું અને ઘટનાસ્થળે જ પ્રાણપંખેરુ ઉડી ગયું હતું, બીજી તરફ્ અકસ્માત બાદ ટ્રકચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે જ મુકીને ફરાર થઈ ગયો હતો, સમગ્ર મામલે પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: