ગોધરા શહેરાના પ્રકાશ માન ટોયોટાના શોરૂમમાં નવી ટોયોટા ગ્લાન્ઝા કારનો ભવ્ય લોન્ચિંગ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે વિશેષ અતિથિ તરીકે વીરેન્દ્રસિંહ ઠાકોર (અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, પંચમહાલ જિલ્લા મહામંત્રી), યોગેશકુમાર પટેલ (મધ્ય સભા સંગઠન મંત્રી), ટોયોટા કંપનીના ગગનભાઈ, પ્રકાશ માન ટોયોટાના મેનેજિંગ ડિરેક્ટર અનુજ ચૌધરી, ડિરેક્ટર અંશિલ ચૌધરી તથા સાંદીપની વિદ્યા મંદિરના ફાઉન્ડર દિલીપ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મોટી સંખ્યામાં ગ્રાહકો પણ કાર્યક્રમમાં જોડાયા હતા. આ પ્રસંગે નવી ટોયોટા ગ્લાન્ઝાનું અનાવરણ કરાયું હતું. આકર્ષક સ્પોર્ટી લુક, આધુનિક ફીચર્સ અને પ્રીમિયમ કાર જેવી સુવિધાઓ સાથે ગ્લાન્ઝા ટોયોટાની સસ્તી કિંમતની કારમાંની એક છે. મધ્યમ વર્ગના ગ્રાહકોને પોસાય તેવા બજેટમાં ઉત્તમ સુવિધાઓ આપતી આ કાર પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના કારપ્રેમીઓ માટે ખુશીના સમાચાર સમાન છે. 

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો