ગોધરા : ગોધરાના વિંઝોલની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે કુલપતિ પ્રો.ડૉ. હરિભાઈ કાતરિયાના અધ્યક્ષસ્થાને AVISKAR,ગુજરાત અંતર્ગત 2nd AVISKAR 2026ના ભાગરૂપે Indian Knowledge System: Its Origin & Relation with Pure & Applied Scienceવિષય પર એક દિવસીય રાજ્યકક્ષાના સેમિનાર યોજાયો હતો. જેમાં રજિસ્ટ્રાર ડૉ. અનિલ સોલંકી તેમજ વિશેષ અતિથિ તરીકે ગુજરાત પ્રાંતABVPના અધ્યક્ષ લક્ષ્મણભાઈ ભૂતડિયા ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ અતિથિ લક્ષ્મણભાઈ ભૂતડિયાએ પોતાના વક્તવ્યમાં ભારતીય જ્ઞાન પરંપરાની સમૃદ્ધિ અને તેના વિવિધ પાસાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. સાથે ભારતીય જ્ઞાન પ્રણાલીનો શુદ્ધ તથા પ્રયોજિત વિજ્ઞાન સાથેનો સંબંધ અને તેની પ્રાસંગિકતા અંગે પણ ચર્ચા કરાઈ હતી. રાજ્યકક્ષાના આ સેમિનારમાં ગુજરાતની આશરે 40 જેટલી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાંથી વિદ્યાર્થીઓ, સંશોધકો અને પ્રાધ્યાપકો સહિત આશરે 200 સહભાગીઓએ ભાગ લીધો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો