મોરવા હડફ્ની પુષ્પદીપ વિદ્યાલયમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિધાનસભા મત વિસ્તારનો સ્નેહમિલન કાર્યક્રમ ધારાસભ્ય નિમિષાબેન સુથારના અધ્યક્ષસ્થાને રાખવામાં આવ્યો હતો.સ્નેહમિલન કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય કરીને કરાઈ હતી. આ પ્રસંગે ધારાસભ્ય નિમિષાબેન સુથાર, તાલુકા પંચાયતના પ્રમુખ હરદિપસિંહ જાદવ, ઉપપ્રમુખ રણજીતસિંહ ચૌહાણ, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ વિજયભાઈ પટેલ તેમજ મોરા જિલ્લા પંચાયત સદસ્ય હિતેશ ભોઈ, તુષારભાઈ પટેલ અને કે. ડી. પરમાર, મહેન્દ્રભાઈ સહિતના ભાજપ અગ્રણીઓ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ભાજપ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ દ્વારા ધારાસભ્ય નિમિષાબેન સુથારનું ઉષ્માભર્યું સન્માન કરાયું હતું. અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ તેમને ફૂલોનું બુકે અર્પણ કરીને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.આ સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. બંને નેતાઓએ ઉપસ્થિત સૌ અગ્રણીઓ, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો