ગોધરા તાલુકાના પીપળીયા પૂર્વ ગામે આજે તા.22 લાખના સીએસઆર ફંડમાંથી બનેલી અત્યાધુનિક આંગણવાડીનું લોકાર્પણ ગોધરા એપીએમસીના ચેરમેન માલવદીપસિંહ રાઉલજીના હસ્તે કરાયું હતું. એપીએમસી ચેરમેન માલવદીપસિંહએ નાના બાળકોના આરોગ્ય અને સુવિધાઓ પર ભાર મૂકતાં આંગણવાડી કેન્દ્રમાં સારી વ્યવસ્થા ઉભી થાય અને તેનો સારો ઉપયોગ થાય તે માટેના દિશા નિર્દેશો કર્યા હતા. બાળકોને પ્રાકૃતિક માહોલ મળે, પક્ષીઓનો કલરવ આંગણવાડીના પટાંગણ મળે તેવી વ્યવસ્થા ઉભી કરવા સૂચન કરેલ. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ શિક્ષણ સમિતિ અધ્યક્ષ અરવિંદસિંહ પરમારે વિસ્તારના મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. ધારાસભ્ય સી.કે. રાઉલજીના માર્ગદર્શનમાં વિસ્તારની પ્રાથમિક શાળા અને વિકાસ કાર્યોને અંગે માહિતગાર કર્યા હતા. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ લલીતાબેન, જિલ્લા પંચાયતના સભ્ય અને દંડક જયશ્રીબેન અરવિંદસિંહ પરમાર, જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અરવિંદસિંહ પરમાર પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન તથા ગોધરા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પરસોત્તમ પટેલ મંડળ પ્રમુખ સંજયભાઈ પટેલ, એપીએમસી ડિરેક્ટર હિતેન્દ્રસિંહ પટેલ તાલુકા પંચાયત સભ્ય અર્જુનસિંહ બારીયા તેમજ ICDSના અધિકારીઓ, સરપંચ, પંચાયત સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: