ગોધરા શહેરના ચિઠિયાવાડ ખાતે આવેલ ઝૂલેલાલ મંદિરમાં ચાલીહા સાહેબ મહોત્સવ-2026ની એકાદશીના અવસરે ભક્તિભાવ અને ધાર્મિક શ્રાદ્ધા સાથે ભવ્ય ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે ગોધરાના ડાલુમલ મંજાણી પરિવાર દ્વારા ઉપવાસી વ્રતધારીઓ અને ઉપસ્થિત ભક્તજનો માટે વિશેષ એકાદશી મહાપ્રસાદીની સેવા રાખવામાં આવી હતી.
ચાળીસ દિવસીય ચાલીહા સાહેબ મહોત્સવ અંતર્ગત મંદિર ખાતે પ્રજ્વલિત અખંડ જ્યોતના દર્શન તથા આરતીનો લાભ લેવા માટે ગોધરા શહેર તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે મનુભાઈ ખીમાણી દ્વારા પૂજ્ય ભૈરાણા સાહેબ તથા પૂજ્ય ચાલીહા સાહેબના ભજન-કીર્તન (પંઝડા) કરાયું હતું. ભક્તોએ ભાવપૂર્વક ભગવાન ઝૂલેલાલની આરાધના કરી હતી હતી. ત્યારબાદ ઉપસ્થિત તમામ વ્રતધારીઓ અને ભક્તજનોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. મંદિરના ટ્રસ્ટીઓ, સમાજના અગ્રણીઓ તથા સેવાધારી ભક્તજનોએ પાવન પર્વમાં નિત્યક્રમ સેવાઓ આપી હતી. દૈનિક પૂજ્ય ભૈરાણા સાહેબનું વિસર્જન ઝૂલેલાલ ઘાટ ખાતે ધાર્મિક વિધિ સાથે કરાયું હતું.
