ગોધરા : ગોધરા ખાતે આવેલી અમન ડે સ્કૂલના કે.જી. વિભાગમાં મિત્રતા દિવસની ઉજવણી હર્ષોલ્લાસ અને આનંદમય વાતાવરણમાં કરવામાં આવી. નાનાં ભૂલકાઓએ પોતાના મિત્રો સાથે રંગબેરંગી ફ્રેન્ડશિપ બેન્ડ બાંધી, એકબીજાને શુભેચ્છાઓ પાઠવી અને મિત્રતાના પ્રેમ, વિશ્વાસ તથા વહેંચણીના મૂલ્યોને આનંદપૂર્વક ઉજવ્યા. સમગ્ર કેમ્પસમાં બાળકોના નિર્દોષ હાસ્ય, ઉત્સાહ અને મિત્રતાની લાગણીઓ છવાઈ ગઈ હતી. ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓમાં સાચી મિત્રતાના સંસ્કારોનું સિંચન કરાયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો