ગોધરામાં આન,બાન અને શાન સાથે રવિવારે નીકળેલી ગણેશ વિસર્જન યાત્રા સંપન્ન થઇ હતી. આ વિર્સજન યાત્રામાં મેઘરાજા પણ મનમુકીને વરસતા લોકો ખુશ થઇ ગયા હતા.2400 થી વધુ નાની મોટી પ્રતિમાઓનું રામસાગર કનેલાવ તળાવમાં વિર્સજન કરવામં આવ્યુ હતું. 7 કીમી ની વિસર્જન યાત્રામાં અંદાજિત 100 થી વધુ મંડળો ડીજે અને ઢોલ નગારા સાથે જોડાયા

ગોધરાની આન બાન અને શાન ગણાતી ભવ્ય ગણેશ વિસર્જન યાત્રા સાર્વજનિક ગણેશ મહોત્સવ સમિતિ,ગોધરાના વડપણ હેઠળ વિશ્વકર્મા ચોક ખાતે 100 થી વધુ ગણેશ મંડળના આયોજકો ધ્વારા ગણેશ પ્રતિમાઓ સાથે એકત્ર થઈ બરાબર 12.39 કલાકના વિજય મુહૂર્તમાં ગણેશ વિસર્જન યાત્રા નો ભવ્ય આતશબાજી,ઢોલ નગારા ના ગુંજરાવ અને અબીલ ગુલાલ ની છોળો સાથે પ્રારંભ થવા પામ્યો હતો.તે પહેલા વિશ્વકર્મા ચોક ખાતેના ભગવાન ગણેશજી ની પૂજા અર્ચના અને આરતી ઉપસ્થિત મહાનુભાવો ધ્વારા કરવામાં આવી હતી.

આ ગણેશ વિસર્જન યાત્રામાં ગોધરા સાર્વજનિક ગણેશ મહોત્સવ સમિતિના સભ્યો,પંચમહાલ જિલ્લા કલેકટર અજય દહિયા,પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી પ્રણવ વિજયવર્ગીય, પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.હરેશ દૂધાત,મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન,પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઇ દેસાઈ,જિલ્લા પંચાયત પ્રમુખ નીરજ પટેલ,રાજ્ય સભા સાંસદ ડો.જશવંતસિંહ પરમાર,પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ,ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજી,મોરવા હડફ્ ધારાસભ્ય નિમીષાબેન સુથાર તેમજ વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ તથા દરેક રાજકીય પાર્ટીના આગેવાનો,કાર્યક્રરો,હોદેદારો તથા દરેક ધર્મના અગ્રણીઓ જોડાયા હતા. રામસાગર તળાવ અને કનેલાવ તળાવખાતે ગણેશ પ્રતિમાઓનું વિધિવત રીતે ભક્તો ધ્વારા ભારે હૈયે વિદાય આપી વિસર્જન કરવામાં આવ્યું હતું. ગોધરામાં ગણેશ વિસર્જન યાત્રા શાંતીપૂર્ણ વાતાવરણ માં સંપન્ન થતા પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર,પંચમહાલ પોલીસ પ્રશાસને રાહત નો શ્વાસ લઈ હાશકારો અનુભવ્યો હતો. .સવારથી જ ભારે ગરમી, ઉકળાટ,બફારો હોવાના કારણે ગણેશ મંડળના આયોજકો બપોર પછી ગણેશ વિસર્જન યાત્રામાં જોડાયા હતા.ત્યારે બપોર બાદ મેઘરાજા પણ ગોધરાની ગણેશ વિસર્જન યાત્રામાં પોતાની પ્રત્યક્ષ ઉપસ્થિતિ નોંધાવી હોય તેમ ભારે વરસાદ વરસ્યો હતો.જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.તો સાથે સાથે ચાલુ વરસાદમાં ગણેશ વિસર્જન યાત્રામાં નાચ ગાન ની પણ મોજ પડી ગઈ હતી

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો