ગોધરા : ગોધરા શહેરમાં પાણીનો જથ્થો પુરો પાડતી નર્મદા કેનાલમાં શુક્રવારે સાંજે પાણીનું લેવલ ઓછું હોવાથી શહેરીજનોને પાણી આપી શકાયું નહોતું. જોકે નર્મદા કેનાલમાં પાણીનું લેવલ આવી જતાં પાણીનો જથ્થો રાબેતા મુજબ શહેરીજનો સુધી પહોચાડવા નગરપાલિકા દ્વારા સુચારૂ આયોજન કરાયું છે.
અગાઉના દિવસે પણ પાઇપલાઇન મરામત કામગીરીને લઈ શહેરીજનોને પાણીનો જથ્થો મળી શક્યો નહોતો આમ પાણી નહિં મળતાં શહેરીજનોને ભારે તકલીફ્નો સામનો કરવો પડયો હતો.જોકે નર્મદા કેનાલમાં પાણીનું સ્તર નીચું જતાં ગોધરા નગરપાલિકા દ્વારા નર્મદા કેનાલમાં મુકવામાં આવેલી મોટર ડૂબી નહિં શકતી હોવાથી નગરપાલિકા પાસે અન્ય કોઈ વિકલ્પ નહિં હોવાથી આખરે શુક્રવારે સાંજે પણ પાણી નો જથ્થો નહિં ફળવી શકાયો હોવાથી નગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી અધ્યક્ષ આનંદ ઘડયાળી દ્વારા શહેરીજનો પાસે સહકારની અપેક્ષા સાથે જાણ કરાઈ હતી.જોકે નગરપાલિકાએ આગોતરી જાણકારી આપ્યા બાદ શહેરીજનોએ બે દિવસ સુધીનું ક્ષમતા મુજબ પાણીનું સ્ટોરેજ કરી લીધું હતું. પરંતુ શુક્રવારે પણ પાણી સાંજે નહીં મળ્યાં કેટલાક શહેરીજનો રીતસર અટવાયા હતા અને પાણીની વ્યવસ્થા કરવા દોડધામ કરી હતી.










