ગોધરા : ગોધરા તાલુકાના ચંચોપા સ્થિત રમણ પટેલ વિદ્યાલય ખાતે આજે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરાઈ હતી. શરૂઆત ગુરુવંદના અને દીપ પ્રાગટયથી કરાયા બાદ ગુરુના ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી શિક્ષકો તથા મહાનુભાવોને વિદ્યાર્થીઓ દ્વારા તિલક કરી ગુરુવંદન કરાયું. વિદ્યાર્થીઓએ ગુરુના મહિમા પર વક્તવ્ય, ભજન અને પ્રેરણાદાયી વિચારો રજૂ કરી સમગ્ર કાર્યક્રમને ભક્તિમય બનાવ્યો. આ પ્રસંગે શાળાના આચાર્યએ, ગુરુ એ જ્ઞાનનો પ્રકાશ છે. ગુરુના માર્ગદર્શનથી જ વિદ્યાર્થી જીવનમાં સફ્ળતા અને સારા સંસ્કારો પ્રાપ્ત કરે છે, તેમ જણાવી વિદ્યાર્થીઓને ગુરુ પ્રત્યે આદર, શિસ્ત અને સંસ્કાર જાળવવાનો સંદેશ આપ્યો હતો

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો