પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં મુસ્લિમ બિરાદારો દ્વારા મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સાથે મુસ્લિમ બિરાદારોએ બનાવેલા સુંદર અને કલાત્મક તાજીયાનું જુલુસ પોલીસ બંદોબસ્ત વચ્ચે મોડી સાંજે કાઢવામાં આવ્યું હતું. ગોધરા શહેરમાં મોડી સાંજે નીકળેલા જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. જેમાં યા હુસેનના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠયું હતું.
દર વર્ષની જેમ આ વર્ષે પણ ગોધરા શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ હતી. જેમાં ગોધરા ખાતે બાદશાહ બાવાની ટેકરીમાં 'નો જવાન હુસેની કમિટી' અને એકતા હુસેની કમિટી છકડાવાડ દ્વારા તાજીયાને કલાત્મક શણગારવામાં આવ્યા હતા. મોડીસાંજે તાજીયાનું જુલસ કાઢવામાં આવ્યું હતું. જેને લઇને ગોધરા શહેરમાં મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ગોધરા શહેરમાં બાદશાહ બાવાની ટેકરી ઉપર 'નો જવાન હુસેની કમિટી' દ્વારા મોહરમ પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ગોધરામાં મુસ્લિમ બિરાદારો દ્વારા કલાત્મક તાજીયાને શણગારવામાં આવી રહ્યા છે. ગોધરાના છકડાવાસ, ખાડી ફ્ળિયા, સૈયદવાડા વગેરે વિસ્તારોમાં મોહરમને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.ત્યારે ગોધરામાં મોહરમ પર્વની શાંતિ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગોધરા શહેરમાં સવારથી જ મોહરમ પર્વને લઈને અનોખો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો હતો.મોડી રાત્રીએ ગોધરા શહેરના રામસાગર તળાવમાં તાજીયાને ઠંડા કરવામાં આવ્યા હતા. મોહરમ પર્વને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પંચમહાલ પોલીસ પ્રશાસન દ્વારા ઠેર-ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.










