ગોધરા તાલુકાના કાંકણપુર નજીક આવેલા પીપળીયા ગામની ઇન્દિરા નગરીમાં રહેતા દરિયાબેન ઉદાભાઈ પરમાર (ઉં.આશરે 75) ઇંટોથી બનાવેલા એક ઝૂંપડામાં એકલા રહેતા હતા. શુક્રવારે મધ્યરાત્રીના વીજળીના કડાકા-ભડાકા સાથે અચાનક તૂટી પડેલા ધોધમાર વરસાદના કારણે તેઓ રાત્રે એકલા ઘરમાં ફ્સાયા હતા. વરસાદનું જોર એટલું હતું કે તેમનું કાચું ઘર અચાનક ધરાશાયી થઈ ગયું હતું. જેમાં તેઓનો આબાદ બચાવ થયો હતો. પરંતુ આખી રાત ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.

Rajkot: 'ઉલટીનું નાટક' કરી મુસાફરોને લૂંટતા 2 શાતિર ગઠિયાઓ રિક્ષા સાથે એરેસ્ટ









