આજ રોજ થી ગોધરા શહેર સહિત પંચમહાલ જિલ્લામાં માં દશામાં વ્રતની આગામી દસ દિવસ સુધી ભવ્ય ઉજવણી ધાર્મિક બહેનો ધ્વારા કરવામાં આવનાર છે. દશામાં વ્રતની વિવિધ સામગ્રી ની ખરીદી અર્થે ગોધરા શહેર સહિત પંચમહાલ જિલ્લાના દરેક તાલુકા મથકોએ આવેલા બજારોમાં ઉપવાસી બહેનોની ભારે ભીડ જોવા મળી હતી. માં દશામાં ના વ્રત કરનાર દરેક બહેનો ધ્વારા માં દશામાની પ્રતિમાઓ,પૂજાપો,લાઇટ ડેકોરેશનનો સામાનની ખરીદી કરવામાં આવી હતી. ગોધરા શહેરના બગીચા રોડ, બાવાની મઢી પાસે, પાંજરાપોળ, ભુરાવાવ પાવર હાઉસ સહિતના દરેક વિસ્તારોમાં ઉપવાસી બહેનોની ભારે ભીડ જોવા મળી હતી. આવતીકાલે દિવાસો અને ત્યારબાદ પવિત્ર શ્રાવણ માસની પણ શરૂઆત થતી હોઈ આગામી એક મહિનો ભક્તિમય વાતાવરણ જોવા મળશે. જેને લઈ બજારોમાં દશામાની મુર્તિની અને પૂજા સામગ્રીની ખરીદી માટે ભારે ગીરદી જોવા મળી હતી. ઉપવાસી બહેનો વિવિધ સામગ્રીની ખરીદી અર્થે ઉમટી પડી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો