ગોધરા સહિત પંચમહાલ જિલ્લામાં આજે સોમવારથી જયા પાર્વતી અને ગૌરી વ્રતનો શુભારંભ થયો છે. કુંવારિકાઓએ રવિવારે ગૌરી વ્રતની ઉજવણી માટેની તૈયારીઓ કરી પૂજાપો, શણગારેલા જ્વારાની તૈયાર ટોપલીઓ તેમજ કાજુ, બદામ, અખરોટ, રેવડી, આલુ, ફ્રાળી ચોકલેટ, કેળા અને બટાકાની વેફરની ખરીદી કરી હતી. આજે સોમવારે વહેલી સવારથી ગોધરા શહેરના વિવિધ મહાદેવ મંદિરો અને શિવાલયોમાં કુંવારિકાઓ ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના માટે ઊમટી પડી હતી. મંદિરમાં હાજર પૂજારીઓ બ્રાહ્મણ દેવો ધ્વારા કુંવારિકાઓને સંપૂર્ણ વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરાવી હતી. ગૌરી વ્રતની ઉજવણી પ્રસંગે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં અનેક સેવા ભાવિ સંસ્થાઓ દ્વારા કુંવારિકાઓને દાન પુણ્યની સરવાણી વરસાવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો